તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીધામમાં ‘આપ’નું હોર્ડિંગ કાળું કરનાર સામે ફરિયાદ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયરલ વીડિયો થકી નામજોગ ગુનો નોંધાયો

ગાંધીધામમાં આપ પાર્ટીના લાગેલા હોર્ડિંગમાં ગાંધીધામ મત આના લખી ધમકી આપનાર વિરૂધ્ધ પાર્ટીના સહમંત્રીએ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ગાંધીધામ શહેરના સહમંત્રી હિતેન્દ્ર વસીભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, શિવાજી પાર્ક પાસે લગાડવામાં આવેલા તેમની પાર્ટીના હોર્ડિંગમાં અરવિંદ કેજરીવાલ અને ગોવિંદ ઇટાલીયાના ફોટા કાળા કર્યા છે અને ચોકડી કરી ગાંધીધામ મત આના , અભી ભી સંભલો લખી ધમકી પણ અપાઇ છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ કૃત્યને કરનારે જે ટિશર્ટ પહેર્યું હતું તેના ઉપર હિંદુ યુવા સંગઠન અંજાર લખ્યું હતું અને તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગા઼ધીધામમાં રહેતો અનિલ ચાવડા હોવાનું જણાવ્યું હતું. એ-ડિવિઝન પોલીસ મથકે તેના વિરુધ્ધ સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી. પોલીસે તેના વિરૂધ્ધ જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...