કાર્યવાહી:રામપરની સરકારી જમીન પચાવનાર સામે ફરિયાદ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રામપર ગામની સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદે દબાણ કરનાર વિરૂધ્ધ કલેક્ટરના આદેશ બાદ અંજાર મામલતદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કંડલા મરિન પોલીસે નોંધાવ્યો છે.

રામપર રહેતા મેઘજીભાઇ રામજીભાઇ પરમારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ-2020 ના કાયદા તળે ફરિયાદ અરજી કલેક્ટરને જણાવેલ કે, રામપર ગામની સર્વે નંબર 290પૈકી એ-500 જે સરકારી જમીન છે તેના ઉપર ગોવિંદ વલુ દબાણ કરી વેંચાણ કરવા માગે છે. આ રજુઆત જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ કરવામાં આવી હતી.જે અંતર્ગત કલેક્ટરના આદેશ બાદ જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં અંજાર પ્રાંત અધિકારી દ્વારા અહેવાલ રજુ કરાયો હતો. જેમાં ગોવિંદ વલુ દ્વારા લેન્ડ ગ્રેબીંગ કર્યું હોવાનું સાબિત થતાં તેના વિરૂધ્ધ પુર્વ કચ્છ એસપીને આ નિર્ણય જોગવાઇઓ તળે મોકલાયો હતો. અરજદારને 7 દિવસની અંદર એફઆઇઆર કરવા અને જો અરજદાર એફઆઇઆર ન કરે તો મામલતદારે દિવસ-7 માં ફરિયાદ કરવી તેવો નિર્ણય લેવાયો હતો. મામલતદાર એ.બી.મંડોરીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાવતાં તપાસ પીઆઇ કે.પી.સાગઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...