હુમલો:ઝોનમાં સહકર્મી કામ ન કરતો હોવાની ફરિયાદ કરતા ચપ્પુ માર્યુ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાથી કામદાર પાણી પીવાના બહાને બહાર જતો હતો
  • સાંજે રસ્તા પર ચપ્પુ અને કડાથી માર મારતા પ્રોઢ સારવાર હેઠળ

ગાંધીધામ પાસે ન્યુ ઝોનની અંદર કંપનીમાં એક સાથે કામ કરતા કર્મચારીએ સાથી કામદાર કામ ન કરીને વારંવાર બહાર જતો હોવાની ફરિયાદ સુપરવાઈઝરને કરતા તેનો રોષ રાખીને આરોપીએ અન્યને સાથે લઈ આવી કડા અને ચપ્પુથી હુમલો કર્યો હતો.ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે વિજયકુમાર સિંહએ તેની સાથે કામ કરતા મયુર નટુભાઈ પરમાર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું કે 16 ડિસેમ્બરના તેવો ન્યુ ઝોનમાં આવેલી સબ પ્રોડક્ટ કંપનીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેનો સાથે કામ કરતો આરોપી મયુર વારંવાર પાણી પીવાના બહાને બહાર જતો હતો અને તેની સાથે બીજાને પણ લઈ જતો હતો.

જેથી તમાકુ બનાવવાનું મશીન ખાલી ફરતું હોવાથી કંપનીના સુપરવાઈઝરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. જેણે આવીને મયુરને ઠપકો આપતા મયુર ત્યાંજ આક્રોશમાં આવી ગયો હતો, પરંતુ સહુએ તેને શાંત પાડ્યો હતો. સાંજના કામ પુરુ થતા ફરિયાદી અને તેનો પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે રામા સીલીન્ડરની સામે આરોપી મયુર અને કંપનીમાંજ કામ કરતો અન્ય એક ઈસમ રોડ પર ઉભા હતા, જેમણે કડા અને ચપ્પુથી માથામાં હુમલો કરતા લોહી નિકળવા લાગ્યું હતું. પાછળ આવતા કંપનીના અન્ય લોકોએ છોડાવ્યા હ્તા, તો રામબાગમાં પ્રથમ સારવાર મેળવીને આઇપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...