આવેદન:કોવિડ-19થી અવસાન પામેલ દરેક મૃતક માટે 4 લાખનું વળતર ચુકવો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યાયયાત્રા અંતર્ગત પક્ષ દ્વારા ચલાવાઇ રહેલી ઝુંબેશ
  • કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કરાઇ માગણી

કોવિડ-19મા અવસાન પામેલા દરેક મૃતક માટે તેના પરીવારજનોને હાલ જે 50 હજારના વળતરની સમાન ધોરણે જાહેરાત કરી છે જે અસંવેદનશીલતા દર્શાવે છે. 4 લાખનું વળતર ચુકવવા વગેરે મુદ્દે આજે ન્યાયયાત્રા અંતર્ગત કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવી હતી. મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, કોવિડ-19 મહામારીમાં રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી અને અણગઢ વહીવટથી કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં બેડ, દવાઓ, ઇન્જેકશન, ઓક્સિજન, વેન્ટીલેટરના અભાવે 3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો છે.

ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવાઇ હતી. સામાન્ય અને મધ્યમવર્ગના પરીવારોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો હતો. પશુઓ અને મનુષ્ય માટે 50 હજારના વળતરની એક સમાન ધારાધોરણ જાહેર કરીને ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે.

કોવિડગ્રસ્ત દર્દીઓના મેડિકલ બિલની ચુકવણી, તંત્રની નિષ્ફળતાની તપાસ અને કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના પરીવારજનો પૈકી કાયમી નોકરી જેવી માગણીઓ કરવામાં આવી છે. આ રજૂઆતમાં સંજય ગાંધી, ગની માંજોઠી, દેવેન્દ્રસિંહ ઝાલા, કાસમ ત્રાયા, લતીફ ખલીફા, ગોવિંદ દનિચા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...