બેઠક:મીઠાંના ગેરકાયદેસર વેંચાણ માટે 3 દિવસમાં પગલા લેવા બાહેંધરી

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બર ભવનમાં સોલ્ટ રીફાઈનરી એસો. ની બેઠક મળી
  • કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેનુ. એસો. અને કોંગ્રેસ દ્વારા સમાહર્તાને રજુઆત

સોલ્ટ રીફાઈનરી એસોસિએશનની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં બેઠક યોજાઈ હતી, જેમાં મીઠાંના ગેરકાયદેસર વેંચાણ અંગે ત્રણ દિવસમાં પગલા લેવામાં આવશે તેવી બાંહેધરી અને આગળના પગલાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મે. એસોસિએશનના પ્રમુખ બચુભાઈ આહિર દ્વારા ઉધોગ કમિશનરને આ પત્ર પાઠવીને કચ્છના રણમાંથી બે કંપનીઓ બલારપુર ઈન્ડ. અને એગ્રોસેલ ઈન્ડ. દ્વારા બ્રોમાઈનના ઉત્પાદન માટે મળેલી જમીનમાંથી ગેરકાયદેસર વેંચાણ કરાતું હોવાની રજુઆત કરાઈ હતી.

જે અંગે ગાંધીધામ ચેમ્બરમાં મળેલી બેઠકમાં ક્લેક્ટર દ્વારા 3 દિવસમા આ બાબત માં પગલા લેવાનું આશ્વાસન મળ્યા હોવાનું જણાવીને ઉપસ્થિતોએ પોતાના વિચારો રજુ કર્યા હતા, જેમા કેવી રીતે આંદોલન કરવુ અને આગળ વધવુ તે અંગે ચર્ચા કરાઈ હતી. કચ્છ જિલ્લા કોગ્રેસ સમિતિના અનુ. જાતિ વિભાગ દ્વારા પણ ક્લેક્ટરને પત્ર પાઠવીને વિરોધ નોંધાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...