સુવિધા:રેલ કનેક્ટિવિટી માટે ખાનગી પોર્ટ સાઇડિંગની કામગીરી શરૂ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય રેલ્વેની કામગીરીમાં અમદાવાદ મંડળને ટોપ 5માં સ્થાન
  • ડીપીટી બર્થ નં. 13 થી 16માં થઈ રહેલા કામથી લોડિંગ પ્રક્રિયામાં વધારો થશે

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં તમામ પ્રકારની કામગીરીના પ્રદર્શનના આધાર પર ભારતીય રેલ્વેના તમામ મંડળોમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. જેમાં કંડલા, ગાંધીધામના પ્રોજેક્ટનો પણ મહત્વપુર્ણ ફાળો રહ્યો હતો.મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને જણાવ્યું કે ગત વર્ષ 2020-21માં અમદાવાદ મંડળ KPI રેન્કિંગમાં 18 માં સ્થાને હતું, અમદાવાદ મંડળે છેલ્લા કેટલાક મહિનામાં સતત સારુ પ્રદર્શન કરી ભારતીય રેલ્વેના ટોચના 5 મંડળોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આ માનાંકોમાં મંડળોને સલામતી, કામગીરી, આવકની પ્રાપ્તિ, ટ્રેનની સમયની પાબંદી, અસ્કયામતોની વિશ્વસનીયતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો વગેરે જેવા પરિમાણોના આધારે ક્રમાંકિત કરવામાં આવે છે. પ્રસ્તુત કરાયેલા આંકડાઓ અનુસાર નવેમ્બર-2021 ના મહિના માટે અમદાવાદ મંડળની મહેસૂલ પ્રાપ્તિ રૂ. 3963 કરોડ છે જે ગયા વર્ષ કરતાં 19% વધુ છે.

ગયા વર્ષના સ્ક્રેપ નિકાલની કામગીરીની સરખામણીમાં કમાણી 22% સુધરી છે. તેવી જ રીતે કાર્ગો શિપમેન્ટમાં પણ 11 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્તમાન વર્ષમાં અમદાવાદ મંડળે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ બર્થ નંબર 13 થી 16 સુધી રેલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ખાનગી પોર્ટ સાઇડિંગની કામગીરી શરૂ કરી છે. જેનાથી લોડિંગમાં સુધારો કરવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...