કંડલામાં ફરી બે જહાજ વચ્ચે ટક્કર:13 નંબર પરથી જહાજ 14 નંબર પર ઉભેલા અન્ય વેસલ્સ સાથે ટકરાયું, સદનસીબે જાનહાનિ ટાળી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્ગો લોડ કરતા મજબુત ભરતીથી જહાજ બર્થથી દૂર ખસ્યું

દીન દયાળ પોર્ટમાં અવારનવાર નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે. આજે ફરી એક વખત બર્થ નં.13માં સવારના સમયે લેટેરાઇટ કાર્ગો લોડ કરતી વખતે જહાજના મુરીંગના દોરડા પરનો કાબુ ગુમાવતા ભારે કરંટના પગલે અલગ થઇ ગયો હતો. જહાજ બર્થથી દૂર ખસીને 14 નંબર પર ઉભેલા અન્ય જહાજની રેલીંગ વેંટ પાઇપના સંપર્કમાં આવીને ઘસારો થયો હતો. આ બાબતે સિગ્નલ સ્ટેશનને જાણ કરવામાં આવતાં બે ટગ અને એક પાઇલોટને ઘટના સ્થળે મોકલીને પરીસ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં ડીપીટી પ્રશાસનમાં દોડધામ મચી ગઇ હતી. અલબત કોઇ જાનહાની કે નુકશાન થયું હોવાના અહેવાલ નથી.

મળતી માહિતી મુજબ એમ.વી. વિશ્વાપ્રિતી કાર્ગો બર્થ નં.13 પર લેટેરાઇટ કાર્ગો લોડ કરતી હતી. આ સમયે જહાજના મુરીંગ દોરડા પરનો કાબુ ગુમાવતા મજબુત ભરતીની પ્રવાહથી અલગ થઇ ગયો હતો. આ બાબતે ઉપસ્થિત લોકોએ ધ્યાન દોરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ કહેવાય છે કે, જહાજ પર રહેલાનું ધ્યાન ગયું ન હતું. દરમિયાન જહાજ બર્થથી દૂર ખસતું ખસતું બર્થ નં.14 પર હેડલાઇન્સ કાર્ગો એમ.વી. મોનાસ્ક જહાજની રેલીંગના સંપર્કમાં આવ્યો હતો. જે ચોખાની થેલી લોડ કરવામાં આવતી હતી. આ બાબતે પોર્ટ પ્રશાસનને જાણ થતાં જ સિગ્નલ સ્ટેશને કરેલી જાણ પછી બે ટગ અને એક પાઇલોટને મોકલી આપવામાં આવ્યા હતા. એમ.વી. વિશ્વાપ્રિતીને છ કલાક બાદ તેના મૂળ સ્થાન પર સ્થાપીત કરી દેવામાં આવી હતી.

જહાજ ટકરાવવાની ઘટના સમયાંતરે ઘટતી હોવાથી ચિંતાનો વિષય
સૂત્રોના દાવા મુજબ દીન દયાળ પોર્ટ સતત ધમધમતું રહે છે અને 365 દિવસ ઓપરેશન ચાલતું રહે છે. જેમાં કોરોના કાળ વખતે પણ ધમધમાટ ચાલુ રહ્યો હતો. જેને લઇને સતત નંબર વનના બિરૂદ પામેલા 14 વર્ષથી અડીખમ રહેલા આ પોર્ટમાં અન્ય ખાનગી બંદરોની હરીફાઇમાં સ્પર્ધામાં રહીને ધમધમાટ ચાલું રાખ્યો હતો. દરમિયાન છેલ્લા છએક મહિનામાં જોવામાં આવે તો જહાજ ટકરાવવાની ઘટના અગાઉ સંભવત બે વખત નોંધાઇ ચુકી છે. સદ્દનસિબે કોઇ જાનહાની નોંધાઇ નથી. પોર્ટના વર્તૂળોનો એવો પણ દાવો છે કે હાલ પાણીમાં કરંટ વધુ હોવાથી આવી ઘટનાઓ બને તે સ્વભાવિક છે.

અન્ય સમાચારો પણ છે...