તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:તુણાથી 6 ગાડીમાં નિકળેલો 25 લાખનો કોલસો સગેવગે કરાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના ટ્રાન્સપોર્ટર સાથે વધુ એક છેતરપિંડીનો બનાવ
  • ટ્રક ચાલકોને આપેલા 3 લાખ એડવાન્સ સહિત કુલ 28.71 લાખના વિશ્વાસઘાતની ટ્રાન્સપોર્ટરની ફરિયાદ

તુણાથી નિકળેલી 6 ટ્રકોના ચાલક અને રોડવેઝના સંચાલકે રૂ.25.71 લાખનો કોલસો સગેવગે કર્યા ઉપરાંત ટ્રક ચાલકોને એડવાન્સ પેટે આપેલા રૂ.3 લાખ પણ પરત નકરી કુલ રૂ.28.71 લાખનો વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે.

મુળ રાજસ્થાન બાડમેરના હાલે મેઘપર બોરીચી રહેતા અને ચુડવા પાસે ચેતના ફ્રેટ કેરિયર નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા કમિશન એજન્ટ 48 વર્ષીય શ્રીરામ ભીયારામ ગોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા.26/5 ના રોજ બાબા ઉડેલ રોડવેઝમાંથી છ ગાડી કોલસો અલગ અલગ જગ્યાએ મોકલવાનો હોવાનું જણાવાયા બાદ અલવરના જાકીરખાને ફોન કરી તેમની ટ્રકો ખાલી હોવાનું જણાવતાં તા.26/5 ના જાકીરભાઇએ મોકલાવેલી બે ટ્રક પૈકી તુણાથી એક ટ્રક રૂ.3.67 લાખની કિંમતનો 38.590 મેટ્રિકટન યુએસ કોલસો ભરીને યુપીના મુઝફફરનગર અને બીજી ટ્રક રૂ.4.35 લાખની કિંમતનો 39.210 મેટ્રિક ટન કોસો ભરી યુપીના ગાઝીયાબાદ રવાના થઇ હતી.

તા.27/5 ના જાકીરભાઇએ મોકલાવેલી એક ટ્રક રૂ.4.74 લાખનો 42.320 મે.ટન કોલસો ભરી સહરાનપુર રવાના કરાઇ હતી. તા.28/5 ના મોકલેલી 3 ટ્રકો રૂ.12.93 લાખનો કોલસો ભરી હરિયાણા, ખરકોદા અને હરિદ્વાર રવાના થઇ હતી. આ છ ટ્રક તા.5/6 સુધી નિયત જગ્યાએ પહોંચી જાય પરંતુ આ છ ટ્રકોમાં તુણાથી ગયેલો રૂ.25,71,469 ની કિંમતનો 239.91 મેટ્રીક ટન યુએસ કોલસો નિયત જગ્યાએ ન પહોંચાડી તેમજ ટ્રક ચાલકોને એડવાન્સ પેટે આપેલા રૂ.3,00,000 પણ પરત ન કરી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ જાકિરખાન, તેનો પાર્ટનર હરિયાણાનો સમીર ચૌહાણ તેમજ 6 ટ્રકોના ચાલકો વિરૂધ્ધ કંડલા મરિન પોલીસ મથકે તેમણે નોંધાવી છે. ફરિયાદના આધારે પીઆઇ એ.જી.સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...