તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ટાગોર રોડ પર ખુલ્લું કરેલું નાળું બંધ કરાવો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરના હિતમાં કારણ વગર નાળાનું કવર તોડી નાખ્યું હતું
  • સત્યમ એપાર્ટમેન્ટ સામે ખુલ્લા નાળામાં કચરો નાખવામાં આવી રહ્યો છે

ગાંધીધામ નગરપાલિકાના અંદાજે 16 કરોડથી વધુ રકમ નાળા પાછળ વાપરવામાં આવી છે. નાળાની મરંમત સહિતને અદ્યતન બનાવવા માટે આવેલી રકમમાંથી કરાયેલા કામોમાં ગુણવત્તા સહિતના પ્રશ્નો ઉભા થાય છે. દરમિયાન અગાઉ એપ્રિલ 2020ના કોન્ટ્રાક્ટરના હિતમાં જે તે સમયે પાલિકાના પદાધિકારીઓ દ્વારા કોઇ કારણ વગર સત્યમ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, ટાગોર રોડના નાળાના કવર ખોલી ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.

હાલ આ નાળામાં ગંદુ પાણી ભરાઇ રહે છે અને લોકો કચરા પેટી તરીકે ઉપયોગ કરી રહ્યા છે. વળી, દબાણ પણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પાલિકાની ચીફ ઓફિસરને આ બાબતે ફરિયાદ કર્યા છતાં કોઇ પગલા ભરાયા નથી. સત્યમ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ દિલીપભાઇ સાવલાએ ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ વરસાદી નાળું ખુલ્લું હોવાથી તેમાં કચરો નાખવામાં આવે છે અને ગંદકી વ્યાપક પ્રમાણમાં થઇ રહી છે.

નાળામાં નાના અને મોટા વાહનો પડી જાય તેવી દહેશત પણ વ્યક્ત કરી સાથે સાથે ઢોર પડી જતા હોવાની ફરિયાદ કરી તાકીદે નાળું ઉપરથી કવર કરી બંધ કરવા માગણી કરી છે. ઓસ્લો સર્કલની આગળ આદિપુર મેઇન રોડ પર ફેરીયાઓએ દબાણ કર્યું છે તે પણ દૂર કરવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...