તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી બગડી:વર્ગ-4ના કર્મીઓને બોનસ ન મળતાં કચવાટ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારે જાહેરાત કરી પરંતુ આદેશની અમલવારી પાલિકાએ ન કરી
 • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કર્મીઓને થઇ રહેલો અન્યાય

દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને બનોસ આપવાની જાહેરાત કરવામાં આવતા કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઇ ગયું હતું. ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ મળશે તે દિશામાં પણ ભરવામાં આવેલા પગલાને ધ્યાનમાં લઇને પાલિકાએ આ બાબતે જરૂરી કામગીરી પણ હાથ ધરી હતી. પરંતુ જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ કોઇ સૂચના ન આવતાં 25થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓને અંદાજે 2 લાખથી વધુ રકમનું ચુકવણું કરી શકાયું ન હતું. બોનસનું ચુકવણું ન થતાં આ કર્મચારીઓમાં કચવાટની લાગણી જન્મી હતી.

તહેવારો સમયે સરકાર દ્વારા જુદી જુદી જાહેરાતો કરવામાં આવતી હોય છે. કર્મચારીઓને આપવામાં આવતી આ સહાયમાં કર્મચારીઓ ખુશ થતા હોય છે. કેટલાક કિસ્સામાં બોનસને લઇને અવારનવાર ફરિયાદો પણ ઉઠતી હોય છે. હાલ જે રીતે સંકુલમાં કંપની કે ફેક્ટરી અથવા કોઇ એકમોમાં કર્મચારીઓને બોનસ આપવાની કામગીરી હાથ ધરાઇ છે જેને લઇને બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આવા સંજોગો વચ્ચે ચોથા વર્ગના કામદારોને થયેલા અન્યાયના મુદ્દે પગલા ભરવા જોઇએ તેવી લાગણી પણ ઉઠી રહી છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે કરેલી જાહેરાત પછી તબક્કાવાર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ સૂચના ન આવતાં આ કર્મચારીઓને બોનસ ન મળતાં દિવાળી બગડી તેમ કહી શકાય. તાકીદે લાભ પાંચપ પહેલા બોનસ ચુકવાય તેવી કર્મીઓ માગણી કરી રહ્યા છે.

બોનસની રકમમાંથી થતી ખરીદી
સામાન્ય વર્ગને આપવામાં આવતા બોનસને લઇને પણ સારી એવી આશા બંધાતી હોય છે. વેપારીઓ પણ કર્મચારી કે અન્યને બોનસ મળ્યા પછી ઘરાકીમાં વધારો થશે તેવી ધારણા રાખીને બેસતા હોય છે. સંકુલમાં આવા જુદા જુદા એકમો દ્વારા બોનસ ચુકવી દેવામાં આવતા બજારમાં તેની અસર પણ જોવા મળી રહી છે. આગામી બે દિવસ હજુ ભીડ જોવા મળશે તેવી ધારણા પણ છે. કોરોનાના પગલે બજારનું અર્થતંત્ર જે ગુંગળામણ અનુભવતું હતું તેમાં હાલ બે દિવસથી સુધારો આવ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. બજારોમાં લોકોની ચહલપહલ વધી રહી છે અને ખરીદી પણ વધારાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો