ક્રાઇમ:હોમલોન લેનારનું મૃત્યુ થયા બાદ પોલીસીના ક્લેઇમ માટે ઠાગાઠૈયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર મહિલાએ બેંકના જવાબદારો વિરૂધ્ધ કરી ફરિયાદ અરજી

ગાંધીધામની બેંકમાંથી હોમ લોન લીધા બાદ નિયમિત હપ્તા ભર્યા હોવા છતાં જ્યારે લોન ધારકનું કોરોનામાં મૃત્યુ થયું ત્યારે તેમના પરિવારે લોન સમયે ઉતારવામાં આવેલા વીમાની પોલીસ માટે ક્લેઇમ કર્યો ત્યારે જવાબદારો દ્વારા કોઇ પોલીસી ન હોવાનું જણાવી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ અરજી ભોગ બનનાર મહિલાએ એ-ડિવિઝન પોલીસ મથકે કરી હતી.

વોર્ડ-11/બી ભારતનગરની સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા નિર્મલાબેન કિશનલાલ લાલવાણીએ એ-ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદ અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પતિ કિશનલાલ ગિરધારીલાલ લાલવાની 25/04/2021 ના રોજ અવસાન પામેલ છે. તેમના પતિએ તેમના નામે મકાન ખરીદ કર્યું હતું તે મકાન ઉપર એચડીએફસી હોમ લોન થી હોમ લોન લીધી હતી, આ લોન માટે તેમણે એચડીએફસીમાથી પોતાના નામ ઉપર વીમો પણ કરાવ્યો હતો.

દર મહિને મકાનના તથા વિમાના હપ્તા ભરતા હતા, પણ તેઓ કોરોનાની બીમારીના કારણે ગત તા.25/04/2021 ના રોજ અવસાન પામ્યા હતા.તેમના અવસાન બાદ તેઓ એચડીએફસી બેંકમાં ગયા હતા અને પતિના અવસાનની જાણ કરી વીમો ક્લેમ કરવાની પ્રક્રિયા ચાલુ કરવા જણાવતા જવાબદારોએ તમારા પતિએ આવો કોઈ વીમો લીધેલો ન હોવાનું જણાવ્યું હતું.

તેમણે વીમાના દસ્તાવેજ બતાવ્યા તો આ વીમા પોલીસી કામ નહીં લાગે તેવા જવાબ અપાયા હતા. પતિએ જયારે આ હોમ લોન લીધી ત્યારે વીમા પોલિસી આપનાર અધિકારીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આ વીમા પોલિસી લીધા બાદ અગર તમારું મૃત્યુ કોઈ પણ કારણસર થઇ જશે તો લોનની બાકી નિકળતી રકમ વીમા કંપની ભરપાઈ કરી નાખશે અને તેજ કારણસર મારા પતિએ આ લોન માટે વીમા પોલિસી કરાવી હતી.

આવી રીતે એચડીએફસી હોમ લોન અને તેઓના અધિકારીએ અમારા પતિ ને ખોટી રીતે વીમો વેચી અને તેઑના મૃત્યુ બાદ જયરે તેમણે આ વીમા પોલિસી ઉપર વિમાની પાકતી રકમની માંગણી કરતાં, કંપનીએ તેમને વિમાની પાકતી રકમ આપવા ના પાડી અને કહેલ કે તે વીમા પોલિસીમાં મૃત્યુ નો વીમો દર્શાવેલ ન હોવાને કારણે ક્લેમ થઇ નહીં શકે તેવું જણાવ્યું હતું. આ રીતે કંપનીએ હોમલોન સાથે વીમો ઉતરાવી મૃત્યુબાદ ક્લેમ ન કરી વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદ અરજીમાં જણાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

પતિ અને જવાબદાર અધિકારી સાથેની વાતનું રેકોર્ડિંગ પણ પોલીસને અપાયું
ફરિયાદી બહેને પોતાના પતિ અને વીમા કંપનીના અધિકારીની જે ફોન ઉપર વાતો થયેલ તે ફોનનું રેકોર્ડિંગ કરેલું છે, તે રેકોર્ડિંગ અને તે વાતો નો હિન્દીમાં અનુવાદન ટાઈપ કરાવી ફરિયાદ અરજીમાં આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...