તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગઠન:પ્રમુખની સામાન્ય બેઠક માટે દાવેદારો વધ્યા

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ચૂંટણીએ અનુ.જાતિ અને મહિલા અનામત બેઠક હતી
  • તાલુકા પંચાયતની 2021ની ચૂંટણીમાં ભાજપે એક સભ્યને બાદ કરતાં તમામ નવા ચહેરાઓ ઉતાર્યા હતા

ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે. પરંતુ આ વખતે તાલુકા પંચાયતના પ્રમુખ પદ સામાન્ય હોવાને લઇને દાવેદારો વધી રહ્યા હોય તેવું બની રહ્યું છે. હાલ ચારથી વધુ દાવેદારો બહાર આવ્યા છે. 12 જેટલી બેઠકો પર ભાજપે વિજય મેળવ્યા પછી હવે આગામી દિવસોમાં પ્રમુખ પદ માટે કોની ઉપર કળશ ઢોળવો તે અંગે દાવપેચો શરૂ થઇ ગયા છે. કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામ તાલુકા પંચાયતમાં જોવામાં આવે તો અગાઉ બે વખત કોંગ્રેસ અને બે વખત ભાજપે જુદા જુદા સમયે સત્તા સંભાળી છે.

અંજારમાંથી અલગ તાલુકો બન્યા પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે શરૂઆતને બાદ કરતાં વિજયકૂચ જાળવી રાખી હતી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ચૂંટણીની જેમ જ ભાજપે 12 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપે જુના 15 સભ્યોને બદલે નવા ચહેરાઓ મુક્યા હતા. જ્યારે એક માત્ર જુના સભ્ય ગણી શકાય તેવા નિખિલ હડીયાને ફરી એક વખત તક આપી હતી અને તેઓ વિજેતા થયા છે. ઉપપ્રમુખ તરીકે અગાઉ રહી ચૂકેલા આ કાર્યકર ઉપરાંત અન્ય બેથી વધુ દાવેદારો પણ પ્રમુખ પદ માટે હાલના તબક્કે જણાઇ રહ્યા છે.

આગામી દિવસોમાં તાલુકા પંચાયતના રાજકારણમાં વધુ ગરમી આવશે તેવા સંજોગો પણ જણાઇ રહ્યા છે. જે તે સમયે યોજાતી ચૂંટણીઓમાં છેલ્લા દશકા પર જોવામાં આવે તો ભાજપનો હાથ ઉપર રહ્યો છે. અલબત, એક બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે ગુમાવવી પડે તેવી નોબત પણ આવી ચુકી છે. આગામી સમયમાં શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...