ભાવ સાથેનું ભણતર:શહેરના શિક્ષકના લેખોને મળ્યું બોર્ડ પ્રકાશનોમાં સ્થાન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હ્રદયના ભાવ સાથેનું ભણતર છે મહત્વપૂર્ણ

ગાંધીધામની જાણીતી પી.આર. અગ્રવાલ નવનિર્મિત સ.વ.પ. ગુજરાત વિધાલયના વર્ષો સુધી અંગ્રેજી ભાષાના શિક્ષક અને તાજેતરમાં આચાર્ય તરીકે પણ સેવા આપનારા હરીશભાઈ મહેશ્વરીનું શિક્ષણ અને તેની વ્યવસ્થાઓ પર લખેલા લેખોને બોર્ડના પ્રકાશનોમાં પણ સ્થાન મળ્યું હતું.

દરેક નવી પેઢી અને બાળકમાં નવીન સંભાવનાને તલાશતા તેમજ છાત્રોના સ્વપ્નોને વાસ્તવીક ઓપ આપવા સહયોગી શિક્ષક હરીશ મહેશ્વરીએ લખેલા શિક્ષણ જગત પરના લેખોને વિવિધ પ્રકાશનો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પડાયેલી પુસ્તકમાં પણ તેમનો સમાવેશ કરાયો હતો.

જેમાં તેમણે જણાવ્યું કે વિધાર્થીઓમાં સહજભાવ કેળવાય, ભાવમય સંવાદ રચાય તે જરુરી છે. શાળામાં ભાર વગરનું ભણતર થાય કે ન થાય, પણ હ્રદયના ભાવ વગરનું ભણતર તો નજ થવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...