બેદરકારી:આદિપુરના નાગરિક રસી લેવા તૈયારી કરતા હતા ને પ્રમાણપત્ર આવી ગયું!

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનનો બીજો ડોઝ બાકી હતો, કોંગ્રેસના કાર્યકરે કરી રજૂઆત

કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી વેક્સિન આપવામાં આવી રહ્યું છે. આ રસીકરણની પ્રક્રિયામાં ગાંધીધામ તાલુકો અને શહેરમાં સારી એવી કામગીરી થઇ છે ત્યારે બીજી બાજુ હવે કોઈ ટેક્નિકલ ખામી કે અન્ય કારણો ફરિયાદો પણ ઉઠી રહી છે. આદિપુરના એક નાગરિક દ્વારા તેના પરિવારના બે સભ્યોના માટે રસીનો બીજો ડોઝ લેવા તૈયારી કરવામાં આવી રહી હતી તે સમયે તેને ડોઝ લેવાય ગયો છે તેવું પ્રમાણપત્ર આવતાજ ચોંકી ઊઠયા હતા અને આ બાબતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ને પગલાં ભરવા માંગણી કરી છે.

કોરોનાનો ડંખ ફરી એક વખત શહેર તાલુકામાં શરૂ થઈ ગયો છે. કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી જે પગલાં ભરવા જોઇએ તેમાં કેટલીક નિષ્કાળજી લોકોની પણ હાલ જોવા મળી રહી છે .સામાજિક અંતર જાળવી રાખવા ન આવતા ની સાથે સાથે માસ્ક ન પહેરવા અને અન્ય બાબતો પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે જેને લઇને ગંભીર સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. દરમિયાન જોવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

નમુનેદાર કામગીરીમાં જેમ કેટલીક વખત અન્ય સ્થળો પર કેટલાક નાગરિકોને તેના મોબાઇલમાં સંદેશા આવી ગયા છે કે તેમને રસીના ડોઝ દેવાઈ ગયો છે, હકીકત એ જે તે નાગરિકને આ બાબતે હજુ બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં આવા સંદેશા આવતા હોય છે . આવો જ કિસ્સો તાજેતરમાં આદિપુરના નાગરિક સાથે બન્યો છે, કોંગ્રેસના કાર્યકર લક્ષ્મણ સેવાણી તેના પરિવારના બે સભ્યો માટે વેક્સિન નો બીજો ડોઝ લેવા માટે તૈયારી કરી રહ્યા હતા તે સમયે આજે તેને બીજો ડોઝ લેવા ગયો છે તેવો સંદેશો આવતા આ બાબતે તેણે જિલ્લાના આરોગ્ય વિભાગના વડા થી લઇને સ્થાનિક કક્ષાએ ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...