તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આદિપુરના વેપારીઓને ચુનો લગાડતી ચિટર ત્રિપુટી દબોચાઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ, અંજારના વેપારીઓ પાસેથી માલ લઇ છેતરપિંડી કરી હતી

ગાંધીધામના બે તથા અંજારના એક વેપારી પાસેથી પોતાને અગ્રણી ગણાવી જથ્થાબંધ માલ ખરીદી કરી અપૂરતા ભંડોળના ખાતાનો ચેક આપી ચુનો લગાડતી આદિપુરની ચીટર ત્રીપુટીને પોલીસે સંયુક્ત કામગીરી કરી દબોચી લીધા હતા.

ગાંધીધામ નગરપાલિકા પાસે એક વેપારીની દુકાનમાંથી બે ઇન્વર્ટર સેટ ખરીદી રૂ.34,800 ની, મેઇન માર્કેટમાં આવેલી દુકાનમાંથી 30 પંખા ખરીદી રૂ.50 હજારની તેમજ સ્કુલોમાં દાન આપવા માટે અંજાર નગરપાલિકા પાસે આવેલી દુકાનમાંથી પણ 30 પંખા લઇ આ બધા વેપારીઓને અલગ અલગ બેંકના અપૂરતા ભંડોળના ખાતાના ચેક આપી ચુનો ચોપડ્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે ચીટર ત્રીપુટી આદિપુરની જુની પંદર વાળીમાં રહેતો 42 વર્ષીય અમર કેશવલાલ મીરાણી (ઠક્કર), 37 વર્ષીય ઉમેશ શીતલદાસ લાલવાણી અને ગુરૂકુળ વિસ્તારમાં રહેતો 61 વર્ષીય વિનોદ હરિરામ દુબેને પકડી લીધા હતા.

ચીટરોની વિરૂધ્ધ બે દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતાં એસપી મયુર પાટિલની સૂચનાથી એલસીબી પીઆઇ સુમિત દેસાઇ, પીએસઆઇ બી.જે.જોષી , એ-ડિવિઝન પીઆઇ ડી.એમ.ઝાલા અને એલસીબી તેમજ એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી વેપારીઓને ચુનો લગાવતી આદિપુરની ત્રીપુટીને પકડી લેતાં વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો