લોકો ત્રાહિમામ:સંકુલમાં ચીકનગુનિયાનો ભરડો યથાવત

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી ટાંકણે પણ હોસ્પિટલો ઉભરાતી રહી
  • ​​​​​​​આદર્શ નગર, જનતા કોલોની સહિતના વિસ્તારોમાં જંતુ નાશકો, ફોગીંગની માંગ

ગાંધીધામ આદિપુરમાં ચીકનગુનીયા અને વાઈરલ તાવે જાણે ભરડો લીધો હોય તેમ દરેક ઘરમાં આના કેસ જોવા મળી રહ્યા છે. પાલિકાના પાપે ગંદકીથી ફેલાયેલી આ ત્રાસદીનો ભોગ આખેઆખા પરિવાર બની રહ્યા છે. તબીબો જણાવી રહ્યા છે કે પથારીઓની સ્થિતિ હવે કોરોના કાળના પીક સમયમાં હતી તેના જેવીજ થઈ ગઈ છે.

આદર્શ નગર વેલ્ફેર સંસ્થા દ્વારા ગાંધીધામ પાલિકાના મુખ્ય અધિકારીને 3એ, ૩ઈએ, 3એએ વિસ્તારમાં ડેંગ્યુ, વાઈરલ જેવા વધતા રોગો અંગે ચીંતા વ્યક્ત કરીને જંતુ નાશક દવા છંટકાવ કરવા સહિતના પગલા લેવાની માંગ કરાઈ હતી. આદર્શ નગર સંસ્થાના આગેવાનોએ સ્થાનિક રહેવાસીઓના આરોગ્યની સ્થિતિ અંગે ચીંતા વ્યક્ત કરતા જણાવ્યું કે કેસોની સંખ્યા સતત વધી રહી છે, જે સહુ માટે ચિંતાનો સબબ બની રહ્યો છે. જે માટે તાત્કાલીક જરૂરી પગલા ભરાય તે આવશ્યક બન્યું છે.

શહેરના જનતા કોલોની વિસ્તારમાં એવા ઘણા ઘર જોઇ શકાય છે જેમાં તમામ લોકોને ચીકન ગુનીયા, ડેંગ્યુ કે વાઈરલ ઈન્ફેક્શન થઈ ગયું છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેવો લાંબા સમયથી સફાઈ કામદારો ન આવતા હોવાથી સફાઈની, જંતુ નાશક દવાના નિયમીત અને ચોતરફ છંટકાવની અને ફોગીંગની માંગ કરી રહ્યા છે. પરંતુ નગરસેવકો અને અગ્રણીઓએ એક યા બીજી રીતે તેમની માંગો પુર્તી કરી શકી રહ્યા નથી. પરિણામ સ્વરુપ કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

દિવાળીના દિવસેજ અહિથી કેટલાક યુવાનોને ચીકનગુનીયાના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાની ફરજ પડી છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક આગેવાનો તેમની રજુઆતોને લઈને ગંભીર નથી અને ટાળવાના પ્રયાસો કરતા રહે છે, તો તેમનું પણ ઉપર કોઇ સાંભળતું ન હોવાનું જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...