તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:8થી વધુ દુકાનનું કરાયું ચેકિંગ, પાલિકાના ફુડ વિભાગે આખરે આળસ મરડી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસમાં ફરાળી વાનગીના નામે ભેળસેળયુક્ત સામગ્રીના વેચાણની બૂમ
  • લોકોના આરોગ્ય અને આસ્થા સાથે થઇ રહેલા ચેડા
  • બ્રાન્ડેડ કંપનીના માલ સામાનમાં ક્લિનચીટ

ગાંધીધામ- આદિપુરમાં દર વર્ષે શ્રાવણ માસમાં ફરાળી વાનગીમાં ભેળસેળ થતી હોય તેવી બૂમ ઉઠે છે. આ વખતે પણ અડધો શ્રાવણ માસ પુરો થવા આવ્યા પછી આજે પાલિકાના ફુડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંકુલના જુદા જુદા સ્થળો પર આવેલી દુકાનથી લઇને લારીઓમાં વેચાતી ફરાળી વાનગીના નામે ખાદ્ય સામગ્રીનું ચેકીંગ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. લોકોના આરોગ્ય અને આસ્થા સાથે ચેંડા કરતા તત્વોમાં આ ચેકીંગને કારણે થોડો ઘણો ફફડાટ પણ ફેલાયો હતો.

શહેરમાં આવેલી 50થી વધુ દુકાનોમાં ફરાળી વાનગીના નામે પેટીશ કે ખાચડી સહિતની વાનગીઓ બનાવવામાં આવે છે. જેમાં કેટલાકમાં અગાઉ મકાઇના લોટનો ઉપયોગ કરાતો હોવાની ફરિયાદો પણ ઉઠી ચુકી છે. દરમિયાન ફરાળી વાનગીના નામે ધાબડી દેવામાં આવતી ખાદ્ય સામગ્રીમાં મોટા પ્રમાણમાં તેનો ઉપાડ થઇ રહ્યો છે. ખાસ કરીને સોમવાર કે અન્ય દિવસોમાં કચોરી, પેટીશ વગેરેનો ઉપાડ વધતાં કેટલીક દુકાનોમાં તો સ્ટોક ખાલી થઇ જતો હોવાની સ્થિતિ પણ ઉભી થતી હોય છે.

સંકુલમાં વેચવામાં આવતા આ ફરાળી વાનગીમાં કેટલીક દુકાનોએ પોતાનું સ્ટાર્ન્ડડ જાળવી રાખીને લોકોના આરોગ્ય અને આસ્થા સાથે ચેંડા ન થાય તે માટે પણ તકેદારીના પગલાની સાથે સાથે ફરાળી વાનગીનું વેચાણ કરી રહ્યા છે. પાલિકાના ફુડ વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી ચેકીંગની કામગીરીમાં ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણી વગેરેની ટીમ જોડાઇ હતી. જોકે, અગાઉ ભુજની ટીમ દ્વારા પણ સંકુલના કેટલાક દુકાનોમાં ચેકીંગ હાથ ધરીને નમૂના લેવામાં આવ્યા હતા, તેવી વિગત પણ મળી રહી છે.

ચેકીંગની કામગીરીમાં જોવામાં આવે તો કેટલીક બ્રાન્ડેડ કંપનીના સામાનથી બનાવવામાં આવેલી ખાદ્ય સામગ્રીમાં બહુ ઉંડાણપૂર્વક ચેકીંગ કરવામાં આવતું નથી. જ્યારે શંકાસ્પદ વસ્તુ જણાય તો તેમાં વધુ ધ્યાન પણ આપવામાં આવતું હોવાનો દાવો થઇ રહ્યો છે.

તકસાધુઓની કમાઇ લેવાની વૃત્તિ
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ કેટલાક તકસાધુઓ કમાઇ લેવાની લ્હાયમાં કેટલીક વખત ખોટી રીતે ફરાળી વાનગીનું જણાવીને ભેળસેળ યુક્ત વાનગીનું વેચાણ કરાવવામાં પણ પાછીપાનીકર તા નથી. તેવા સંજોગોમાં આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લાગણી શ્રદ્ધાળુઓ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...