કામગીરી:નિશ્ચિત કેટેગરીના કન્ટેનર સાઈડ કરીને તપાસ કરાઈ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા અને મુન્દ્રામાં આળસ ખંખેરતું કસ્ટમ વિભાગ

મુંદ્રા અને કંડલામાં કેટલાક નિશ્ચીત કેટેગરીમાં સેટ થતા કન્ટેનરોને સાઈડ કરીને ચેકિંગ હાથ ધરાઈ હતી. સુત્રોનું કહેવું છે કે લાંબા સમયથી કેટેગરી આધારીત કૌભાંડ ચાલી રહ્યું છે તેના પર આખરે કેંદ્રીય સ્તરેથી મળેલા આદેશથી સીંકજો કસવામાં આવી રહ્યો છે. નોંધવુ રહ્યું કે ગત ચાર મહિનાઓમાં ડ્રગ્સ, રક્તચંદન અને ડીઝલની સ્મગલીંગના મોટા કિસ્સાઓ કચ્છના બન્ને પોર્ટથી બહાર આવ્યા બાદ વગોવાયેલા કસ્ટમ વિભાગ વધુ ઘટનાઓ સામે આવે તેવું નથી ઇચ્છતી, એટલે આખરે આળસ ખંખેરવાનો પ્રયાસ કરાતો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, હજી પણ કોઇ જોઇતી સફળતા કસ્ટમના નામે અંકિત થઈ નથી.

કસ્ટમ વિભાગ પર વર્ષોથી વિવિધ સ્તરીય આક્ષેપો લાગતા રહ્યા છે, મુંદ્રા કસ્ટમના ઉચ્ચ અધિકારીને તો સીબીઆઈ લાખોની રીશ્વત માટે પકડી પણ ચુકી છે તો કંડલાના ઉચ્ચ અધિકારીના પાવર તાજેતરમાં ઘટાડી દેવાયાનો કિસ્સો સામે આવ્યો હતો. આ તમામ વચ્ચે હજી પણ પોતાની ચાલમાં મસ્ત કસ્ટમ વિભાગને કેંદ્રીય સ્તરથી દબાણ આવતા કન્ટેનરોની ચેકિંગ તેજ કરી હોવાનું જાણવા મળે છે. ગત બે દિવસોમાં મુંદ્રા અને કંડલામાં દસેક જેટલા કન્ટૅનરને મીસ ડિક્લેરેશનની શંકાના આધારે ચેક કરાયા હતા, જેમાં કાંઈ મેજર મળ્યું ન હોવાનું અને પ્રક્રિયા રુટીન હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...