કાર્યવાહી:અમૃતસરમાં ડ્રગ્સની ડીલીવરી લેનાર સુખબીર સીંઘ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • NIA દ્વારા સલાયા ડ્રગ્સ મામલે અમદાવાદની કોર્ટમાં ત્રીજુ આરોપનામું ઘડાયું
  • પાકિસ્તાનથી જખૌ આવેલુ 500 પૈકી 200 કિલો કેફી દ્રવ્ય ટ્રક દ્વારા ગાંધીધામથી પંજાબ ગયુ હતું

સલાયા ડ્રગ્સ પ્રકરણમાં એનઆઈએ દ્વારા તપાસને સતતા આગળ વધારવામાં આવી રહી છે. નાર્કો આંતકવાદી ગતીવીધીના મામલામાં કાર્યરત સર્વોચ્ચ સંસ્થા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ અમદાવાદની એનઆઈએ કોર્ટમાં ગાંધીધામના ટ્રાન્સપોર્ટે ઈંદ્રેશકુમાર રામબચન નિશાદ બાદ તે ડ્રગ્સની અમૃતસરમાં ડીલીવરી લેનારા સુખબીર સીંઘ વિરુદ્ધ પણ 13 સપ્ટેમ્બર,2021ના ચાર્જશીટ દાખલ કરી છે. સુખબીર ઉર્ફે હેપ્પી ને ગત ગત મહિને ઝડપી લેવાયો હતો. તેના પર આરોપ છે, કે ગાંધીધામથી ટ્રકમાં લાકડાઓ વચ્ચે છુપાવીને લવાયેલો 200 કિલો હીરોઈનના જથ્થાની પંજાબમાં તેણે ડીલવરી લીધી અને તેને ગોડાઉનમાં સંતાડ્યો.

આ સાથેના સીમરજસીંઘ સંધુ નામ અમૃતસરના વધુ એક આરોપીને એનઆઈએ શોધી રહી છે. ગત વર્ષેજ તપાસમાં આ સાફ થઈ ચુક્યુ હતું કે પાકિસ્તાનથી આવેલો 200 કિલો ડ્રગ્સનો જથ્થો ગાંધીધામથી પંજાબ ગયો હતો. આ કિસ્સામાં આ ત્રીજી ચાર્જશીટ એનઆઈએ દાખલ કરી રહ્યું છે.આ સમગ્ર પ્રકરણની શરૂઆત 2018માં થાય છે, જ્યારે એટીએસએ 5 કિલો હીરોઈન ડ્રગ્સના જથ્થા કે જેની અંદાજીત કિંમત 15 લાખ જેટલી થવા જાય છે,તે સાથે ઝડપી પાડ્યો હતો.

જે તપાસ આગળ ધપતા તેમાં વધુ 7 આરોપીઓ રફીક આદમ સુમરા,નઝીર અહેમદ, અર્શદ અબ્દુલ રઝાત સોતા ઉર્ફે રાજુ દુબઈ, મંજુર અહેમદ, રઝાક અદામ સુમરા,કરીમ સીરાજ, સુનીલ વીઠ્ઠલ બારમાસેને ઝડપ્યા હતા. ત્યારબાદ આ પ્રકરણમાં એનઆઈએની એન્ટ્રી થઈ હતી અને 02/07/2020ના તપાસ એનઆઈએ દ્વારા હસ્તાંતરીત કરીને એનડીપીએસ એક્ટ તળે 8 વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

આગળ વધતી આ તપાસમાં બહાર આવ્યું કે 200 કિલો જેટલુ નાર્કોટીક ડ્રગ્સનું કન્સાઈમેન્ટ અક્ષર ટ્રાન્સપોર્ટ થકી પંજાબના અમૃતસર જમ્મુ અને કાશ્મીરના રહેવાસી નાઝીર અહેમદ, મંજુર અહમદ, હેપ્પી અને ફરાર સીમરજસિંહ સંધુ દ્વારા પહોંચાડાયું હતું. આ તપાસ જે પહેલા ગુજરાતમાં એટીએસ, પંજાબમાં પોલીસ અને અન્ય એજન્સીઓ પાસે હતી, તે તમામ પાસેથી કેસનો ચાર્જ હવે એનઆઈએ પોતાની પાસે લઈ લીધો છે.

દુબઈમાં રચ્યુ ષડયંત્ર, જખૌ પાસે ખાડો ખોદી ડ્રગ્સ સંતાડ્યું
તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અર્શદ અબ્દુલ રઝાક સોતા ઉર્ફે રાજુ દુબઈ અને બે અન્ય પાકિસ્તાની શખ્સો હાજીસાબ ઉર્ફે ભાઈજાન અને નબી બક્શએ દુબઈમાં 500 કિલો હીરોઈનનો જથ્થો ગુજરાતમાં ઘુસેડવાનું ષડયંત્ર રચ્યુ હતું. પાકિસ્તાની માછીમારી બોટ નાગાની મુસ્તફા કે જે અઝીઝ અબ્દુલ ભાગડની હતી, તેના થકી જખૌ પોર્ટથી 7-8 માઈલ દુર પ્રવેશ કરીને સદોસાલા ગામ પાસે ખાડો ખોદીને સંતાડી દીધું હતું.

લાકડાની પેનલ્સ વચ્ચે છુપાવીને જથ્થો પંજાબ લઈ જવાયો
છેલ્લુ કન્સાઈમેન્ટ જે 200 કિલો હિરોઈનનું હતું, તે રઝાક આદમ સુમરા થી એમડી સીરાજ, સુનીલ વીઠ્ઠલ બારમાસેને કચ્છમાં ડીલવર કરાયુ હતું. જેમણે ગાંધીધામના ટ્રાન્સપોર્ટર ઈંદ્રેશ કુમારને તે આપ્યું હતું. જે લાકડાની પેનલ્સ વચ્ચે છુપાવીને ટ્રકમાં પંજાબ લઈ ગયા હતા, જ્યાં સુખબીર સીંઘ ઉર્ફે હેપ્પી અને સીમરનજીતસિંઘ સંધુને અમૃતસરમાં ડીલીવરી આપી હતી. ઈંદ્રેશકુમાર નિશાદને એનઆઈએ દ્વારા નવેમ્બર, 2020માં ધરપકડ કરી લેવામાં આવી આવી હતી,ત્યારબાદ હવે સુખબીરને પણ પકડી પાડી તેના વિરુદ્ધ એનઆઈએ વિશેષ કોર્ટ, અમદાવાદ ખાતે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...