તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંદ્રા પોર્ટ પર ભારતથી ચીન એક્સપોર્ટ થઈ જાય તે પહેલાજ ભારતની સુરક્ષા એજન્સીઓએ સતર્કતા દાખવીને ચાર કન્ટેનર પકડી પાડ્યા હતા. જેમાં માર્બલની આડમાં પ્રતીબંધીત એવા રક્તચંદનના ૧૪.૨૫ ટન જથ્થાને ઝડપી પડાયો હતો. આ પ્રકરણમાં આંતરાષ્ટ્રીય સ્તરે આર્થિક ગેરરીતીઓ પર કામ કરતી ભારતની કેંદ્રીય એજન્સી ઈન્ફોરસમેંટ ડાયરેક્ટ્રોટ દ્વારા ડીઆરઆઈની ફરિયાદના તર્જ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં અત્યાર સુધી કુલ 1.44 કરોડની રોકડ સહિતની પ્રોપટી સીઝ કરાઈ છે અને ચાર વિરુદ્ધ ઈડી દ્વારા જયપુરમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.
ઈન્ફોર્સમેંટ ડાયરેક્ટ્રોટ (ઈડી) દ્વારા 1.44 કરોડની મિલકતને ટાંચમા લેવામાં આવી હતી, જે નિકાસકાર યુરો એક્સ્પોર્ટ અને અન્ય એક્સપોર્ટર્સ સાથે જોડાયેલા હતા. એજન્સીના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ પ્રોપટી કે જે જયપુર, દિલ્હી અને મોહાલીમાં ફ્લેટ રુપે છે, તે સિવાય રોકડ 4.2 લાખ થાઇલેંડના રહેવાસી યોડીંગ પાસેથી પણ ઉઘરાવીને એટેચ કરાવી કરાવી હતી. પ્રીવેન્શનંસ ઓફ મની લોન્ડ્રી એક્ટ (પીએમએલએ) અંતર્ગત આ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેનો મુખ્ય સ્ત્રોત ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા કસ્ટમ એક્ટ અંતર્ગત અનીલ ગોડાડીયા, યુરો એક્સપોર્ટના પ્રોપરાઈટર રામેશ્વર શર્મા, મયુર રંજન, થાઇ નેશનલ યોડુયીંગ તેમજ અન્યો વિરુદ્ધ આર્થિક નિતીઓના ન્યાયાલયમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે આધ્રપ્રદેશ, ઓડીશા સહિતના દક્ષીણન ભારતીય સ્થળોથી રક્તચંદનનો જથ્થો એકત્રીત કરીને દિલ્હી કે તેના આસપાસના ગોડાઉનોમાં સગ્રહિત કરાતો હતો. માર્બલની આડમાં તેને એક્સપોર્ટ કરવાનો કારસો ત્યારબાદ વિકસ્યો હતો અને ડીઆરઆઈને જાણ થતા દરોડામાં ચંદનનો જથ્થો, દસ્તાવેજો સહિતની જપ્તી થઈ હતી. મની લોંડ્રીગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાતા તે દિશામાં તપાસનો દોર આરંભાયો હતો. જે સંદર્ભે ઈડીની ભુમીકા પણ નજરમાં આવતા તેમને પણ સામેલ કરાયા હતા અને આખો મામલો આ રીતે સામે આવ્યો હતો. મુંદ્રા પોર્ટ પર છેલ્લા ચાર વર્ષેથી સ્કેનરો પણ મંગાવવામાં આવ્યા હોવા છતા આ પ્રકારના કેસો સામે આવતા પ્રશ્નો ઉભા થયા છે.
મુન્દ્રા પોર્ટ પર સ્કેનર્સ શું કામના ? સતત થતો રક્તચંદનના એક્સપોર્ટનો પ્રયાસ ચીંતાજનક
ગત દસ વર્ષોમાં તજજ્ઞોના જણાવ્યા અનુસાર સૌથી વધુ ગુજરાતના પોર્ટમાથી સ્મગલીંગના પ્રયાસો હાથ ધરાયા છે. રક્તચંદન તેમાંથી એક હોવાથી કોઇ છુપાવી શકે તેમ નથી. સરેરાશ દર બે વર્ષે મુંદ્રા પોર્ટમાથી એક મોટુ કન્સામેન્ટ ઝડપાય છે, જેમાં અગાઉ પણ જે તે પાર્ટી એક્સપોર્ટ કરી ચુકી હોવાના અહેવાલ સામે આવતા રહે છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.