તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:રૂ.1.48 લાખની ચણીયાચોળી- સાડી ચોરનાર ત્રીપુટી દબોચાઇ

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
 • જુની સુંદરપુરી તલાવડી વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ઘટના બની હતી

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં કટલેરીની દૂકાનના તાળા તોડી રૂ.1.48 લાખની ચળીયાચોળી, સાડીઓ અને રોકડ ચોરી કરનાર ત્રીપુટીને એ-ડિવિઝન પોલીસે દબોચી લઇ ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે પીઆઇ કે.પી.સાગઠિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે નવી સુંદરપુરી તલાવડી વિસ્તારમાં પીહુ કટલેરી નામની દુકાન ચલાવતા કૈલાશબેન અમૃતભાઇ રાઠોડે તા.29/11 ના રોજ રાત્રીથી તા.1/12 દરમિયાન તેમની દુકાનના તાળા તોડી 10 ચણીયાચોળી, 164 સાડીઓ, કાઉન્ટરમાં રાખેલી રૂ.4000 રોકડ મળી અજાણ્યા ઇસમો દ્વારા રૂ.1.48 લાખની ચોરીને અંજામ અપાયો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વોચ ગોઠવી હતી જેમાં ખાનગી બાતમીના આધાર.

જુની સુંદરપુરીના તલાવડી વિસ્તારમાં રહેતા યાસીન ઇસ્માઇલ મીયાણાને દબોચ્યા બાદ પુછપરછના આધારે આ જ વિસ્તારમાં રહેતા દિપક લાખા જોગી અને ગૌતમ ઉર્ફે સંજય દેવજીભાઇ ધેડાને પણ પકડી લીધા હતા. પકડાયેલા ત્રણે જણાએ સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેમના કબજામાંથી ચોરીમાં ગયેલી રૂ.30,400 ની સાડીઓ અને રૂ.5,400 ની કિંમતનો કટલેરીનો સામાન મળી કુલ રૂ. 35,800 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કામગીરીમાં પીઆઇ સાગઠિયા સાથે પીએસઆઇ પી.કે.ગઢવી, એએસઆઇ અશોકભાઇ સોંધરા, હેડકોન્સ્ટેબલ હિરેન ચાવડા, કોન્સ્ટેબલ રાજદિપસિંહ જાડેજા, જગદિશસિંહ સોલંકી, ગુલાબસિંહ જાડેજા અને જયપાલસિંહ સોઢા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો