નિર્ણય:સર્ટી. ઓફ ઓરિજનલ ઇસ્યુમાં સરળતા થશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસ્ટમના ક્લિયરન્સન મામલે ડીજીએફટીએ પ્રક્રિયા મુદ્દે નિકાસકાર - એજન્ટોને સમજણ અપાઇ
  • ચેમ્બર ભવનમાં ​​​​​​​ઓનલાઇન સર્ટીફિકેટ ઓફ ઓરીજનલની વિગત સમજાવાઇ

કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના ડાયરેક્ટરોટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા નિકાસકારોને સર્ટિફિકેટ ઓફ ઓરિજીન ઈશ્ય કરવા માટે પ્રમાણિત કરવામાં આવેલ છે. આ પ્રક્રિયા સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા વધુ સરળીકરણ હેતુ ઓનલાઇન કાર્યવાહી કરી છે તે અંગે નિકાસકારો, કસ્ટમ હાઉસ એજન્ટ વગેરે સાથે ઓનલાઇન સેમીનાર યોજાયો હતો.

કોઈપણ પ્રકારના માલની નિકાસ કરવા માટે નિકાસકારોને સ્થાનિક ચેમ્બર ઓફ કૉમર્સ તરફથી સર્ટિફિકેટ ઓફ ઓરિજીન ઈશ્ય કરાવી એક્સપોર્ટ ડોક્યુમેન્ટ સાથે રજુ કરવું ફરજીયાત છે, જેના વગર જે તે દેશો માં કસ્ટમ ખાતા તરફથી માલનું ક્લિયરન્સ મળતું નથી. હાલમાં કેન્દ્ર સરકાર ના ડીજીએફટી વિભાગ દ્વારા આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા હેતુ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન બનાવવાનો નિર્ણય કરેલ છે જેના સંદર્ભે ગાંધીધામ ચેમ્બર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળતાથી સમજી શકાય તે હેતુથી નિકાસકારો, કસ્ટમ હૉઉસ એજન્ટો, ફોર્વર્ડરો, વિગેરે સાથે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથેના એક પરિસંવાદનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના માનદ્દ મંત્રી મહેશ તિર્થાણીએ પરિસંવાદમાં ભાગ લેનાર સૌને આવકારી આ સમગ્ર ઓનલાઇન પ્રક્રિયાનું મહત્વ, તેના માટેનું જરૂરી રજીસ્ટ્રેશન, પેમેન્ટ ગેટવે તથા અરજી સાથે સામેલ કરવાના થતા દસ્તાવેજ તેમજ તેની ચકાસણી અંગેની વિવિધ માહિતી આપી હતી. ત્યારબાદ ચેમ્બરના સ્ટાફ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજુ કરી સમગ્ર ઓનલાઇન પ્રક્રિયાનો ફલૉ ચાર્ટ વિગતવાર દર્શાવવામાં આવ્યો હતો.

સર્વ પ્રથમ નિકાસકારો ને તેમના આઇઇસી કોડ સાથેની ડિજિટલ સિગ્નેચર(ડીએસસી) બનાવી રજિસ્ટ્રેશન કાર્ય બાદ ચેમ્બર દ્વારા આ એપ્લિકેશન ને ચકાસણી કાર્ય બાદ અધિકૃત કરી રિલીઝ કરવામાં આવે છે. સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ અનિલ કુમાર જૈન, ઉપપ્રમુખ તેજા કાનગડ, કોષાધ્યક્ષ હરેશ મહેશ્વરી, ચેમ્બર ના પૂર્વ પ્રમુખ અને કન્વિનર- પેટા સમિતિ પોર્ટ એન્ડ કસ્ટમ દિનેશ ગુપ્તા તેમજ કારોબારી સભ્ય અને જોઈન્ટ કન્વિનર- પેટા સમિતિ પોર્ટ એન્ડ કસ્ટમ આશિષ જોશી ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

પ્રક્રિયા ઝડપીની સાથે સમયનો બચાવ
સર્ટિફિકેટ ઓનલાઇન થવાથી પ્રક્રિયા ઝડપી બનશે અને સમય ની બચત થશે. ઓનલાઇન પ્રક્રિયા હમણાં પ્રાયોગિક ધોરણે ચાલી રહી છે સમયાંતરે તેમાં નિયત ધોરણોની મર્યાદા જળવાઈ રહે તે પ્રમાણે જરૂરી ફેરફારો થતા રહેશે આ પરિસંવાદ માં સંકુલ ના મોટી સંખ્યા માં નિકાસકારો, સીએચએ અને ફોર્વર્ડરો હાજર રહ્યા હતા. પ્રશ્નોત્તરી સમય દરમ્યાન ચેમ્બર ના સ્ટાફ દ્વારા તેઓના પ્રશ્નો ને વિગતવાર સમજાવી જવાબો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...