તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરીજીનલ:કચ્છમાં સેન્ટ્રલ જીએસટીમાં 3.94%ની વૃધ્ધિ સાથે 1918 કરોડની આવક નોંધાઇ

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે વર્ષમાં સૌથી ઓછી આવક લોકડાઉનના સમય એપ્રિલ માસમાં માત્ર 33.83 કરોડ નોંધાઈ
 • કોરોના કાળ વચ્ચે પણ 2020-21માં કચ્છે સરકારી તિજોરી છલકાવીઃ ગયા વર્ષ કરતા 187 કરોડ વધુ આવ્યા

કોરોનાના કઠીન કાળની ઉંડી અસર ધરાવતા નાણાકિય વર્ષે 2020-'21માં કચ્છના સેન્ટ્રલ જીએસટીમાં ગત વર્ષે કરતા અને ટાર્ગેટ કરતા પણ વધુ 3.94%ની વૃદ્ધી નોંધાવી છે. આ સ્થિતીને કચ્છના પોર્ટ અને ઉધોગોની મજબુતાઈ અને અર્થતંત્ર માટે શુભ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. માર્ચના અંતે જાહેર થયેલા લોકડાઉન બાદ એપ્રીલ મહિનામાં તેની સીજીએસટીમાં મોટો પ્રભાવ મળ્યો, જ્યારે માત્ર 434 કરદાતાઓએ 33.83 કરોડજ ટેક્સ જમા કરાવ્યો. પરંતુ ત્યારબાદ ધીમી ધારે ફરી મે માં 104 કરોડ, જુનમાં 205 કરોડ થઈને સ્થિતી સ્થાપકતા આવી ગઈ હતી.

સેન્ટ્રલ જીએસટીના કચ્છ આયુક્તમાં નાણાકિય વર્ષ 2020-2021માં કુલ1978.80 કરોડની આવક 3.94% ની વૃદ્ધી સાથે નોંધાઈ હતી. નાણાકિય વર્ષે 2019- '20માં 1732 કરોડની આવક થઈ હતી. જેની સરખામણીએ 187 કરોડની વધુ આવક થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આવું ત્યારે થયું જ્યારે કે ટાર્ગેટ 1846 કરોડનો હતો અને અર્થતંત્ર માટે સ્પીડબ્રેક સમાન મહામારી કોરોનાનો સમયગાળો રહ્યો.

આવી સ્થિતીઓ વચ્ચે પણ કચ્છના ઉધોગો અને પોર્ટ સેક્ટર થકી વ્રુદ્ધી સાથેની આવક સેન્ટ્રલ જીએસટીમાં જોવા મળી હતી. સેન્ટ્રલ જીએસટીના કચ્છમાં 10 હજાર કરદાતા કંપનીઓ, એન્ટરપ્રાઈઝ સહિતના લીસ્ટેડ છે. જેનો આંકડો પણ દર વર્ષે વધતો જઈ રહ્યો છે, તો આ વર્ષે લોકડાઉનના કારણે આવેલા મંદીના માહોલમાં પણ વચ્ચે થોડા મહિના કચ્છમાંથી આવક ઓછી થયા બાદ હવે ફરી ઝડપી અને સમતુલીત ઉધ્વગતીએ આગળ ધપતા માર્કેટએ આશાવાદ જન્માવ્યો છે. જ્યારે કે બીજી તરફ અન્ય રેવન્યુ સબંધીત વિભાગોમાં આ આંકડો નકારાત્મક છે. જાણકાર વર્તુળોએ સેન્ટ્રલ જીએસટીમાં જોવા મળેલી ઝડપી રીકવરી અને સમતુલાને બજાર અને ઉધોગોની મજબુત સ્થિતિ અને વિશ્વાસ દર્શાવતું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો