તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૂતન વર્ષાભિનંદન:પ્રકાશ પર્વની સંકુલમાં કરાઇ ઉજવણી

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીના ઉત્સાહભેર ચોપડા પૂજન બાદ ફટાકડા ફોડાયા
 • નવા વર્ષેની લોકોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી, મહાપુરુષોની પ્રતિમાઓ પાસે શહીદોને યાદ કરી દીપ પ્રગટાવાયા

પ્રકાશ પર્વ દિવાળીએ આર્થિક મંદી રુપી અંધકારને હડસેલો હોય તેમ કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ઉત્સાહ અને ઉમંગ ભેર દરવર્ષેની જેમજ ઉજવણી કરાઈ હતી. લક્ષ્મી પુજન અને ચોપડા પુજનની પરંપરા નિભાવીને વેપારીઓ અને નગરજનોએ બાળકો સાથે ફટાકડા ફોડ્યા હતા. તો બીજા દિવસે નવા વર્ષેની શુભકામનાઓ પાઠવીને સર્વ મંગલની કામના કરી હતી. મંદિરો અને લોકોએ પોતાના ઘરે પ્રાંગણમાં રંગોળી બનાવીને અને બજારમાં વિવિધ સુશોભનની સામગ્રીની ખરીદી કરીને ખુશી વ્યક્ત કરી હતી. કર્તવ્ય ટીમ દ્વારા શહેરની સરદાર વલ્લભભાઈ, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ડો. આંબેડકર, રવિંદ્રનાથ ટાગોર સહિતની પ્રતિમાઓ પાસે દિપ પ્રજવલ્લીત કરીને શહીદોને યાદ કર્યા હતા. કોરોના કાળના કારણે દર વર્ષે યોજાતા સ્નેહમિલનોનો અભાવ જરૂર આ વર્ષે જોવા મળ્યો હતો. પરંતુ નગરજનોએ આપદાગ્રસ્ત વર્ષ બાદ પણ દિવાળીની ઉમંગભેર ઉજવણી કરી આશાનો દીપ પ્રગટાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો