તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કાસેઝમાં ડીઝલ હોવાનો રિપોર્ટ આવતા કાર્ગો સીઝઃ ત્રણ કંપનીઓમાં કામગીરી તેજ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 4 સીલ વેરહાઉસમાં સંદીગ્ધ સામગ્રીની DRI, SIIBની તપાસ બીજા દિવસે પણ ચાલુ રહી
  • મોડે મોડે આપેલા રિપોર્ટને ગુપ્ત રાખવાના પ્રયાસો કેમ?, કંડલા લેબોરેટરી પર સતત ઉઠતા સવાલ

સતત વિવાદોમાં રહેલી કંડલા લેબોરેટરી તેના રિપોર્ટ બાદ પણ વિવાદોમાંથી બહાર નથી આવી રહી. સુત્રોના દાવા અનુસાર વિવાદીત કાસેઝના બેઝઓઈલ પ્રકરણમાં ડીઝલ હોવાનું પ્રમાણીત કરતી રિપોર્ટ આવી ગઈ છે, જેથી સબંધીત કાર્ગોને સીઝ કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે કંડલા કસ્ટમ કે તેની લેબોરેટરી કોઇ શબ્દ બોલવા તૈયાર નથી. જેથી તેમની સત્યતા પર સવાલ ફરી ઉઠવા પામ્યા છે. તે સિવાય કાસેઝમાં ખજુર, વે પ્રોટીન, કાળી મરી સહિતની ખાધ સામગ્રીની ગેરરીતી અંગે ઉઠેલા પ્રશ્નો બાબતે બીજા દિવસે પણ તપાસનો સીલસીલો ચાલ્યું રહ્યો હતો.

કાસેઝમાં ગતરોજ અમદાવાદ ડીઆરઆઈની ટીમે દરોડા પાડીને શહેરના આગેવાન હોવાના બીલો લઈને ફરતા લોકો સહિતના 4 વેરહાઉસ સહિતના સ્થળોએ તપાસ આદરી હતી. જેમાં અનેક ગેરરીતીઓ ઝડપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, જેમાં અહિના સ્થાનિક ઉધોગોના સંગઠનના આગેવાન સહિતનાનો સમાવેશ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ, અમદાવાદને એવી માહિતી મળી હતી કે કાસેઝમાં કેટલીક એવી પેઢીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે જે ખરેખર તો મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં અસ્તિત્વજ ધરાવતા નથી.

માત્ર ડ્યુટી ચોરી કરવાના હેતુ સર કરવામા આવી રહેલા આ પ્રયાસોમાં ખજુર, સોપારી, વે પ્રોટીન સહિતની સામગ્રીની પ્રોસેસની પ્રક્રિયા પણ કારણભુત હોવાનું સામે આવ્યું છે. જેમા શહેરના ‘નામાંકિત’ લોકો પણ હોવાના અહેવાલ છે. જોકે, આ અંગે તપાસનીસ એજન્સી મગનું નામ મરી નથી પાડી રહી. નોંધવું રહ્યું કે કંડલા લેબોરેટરીનો એક કર્મચારી અગાઉ ડીઆરઆઈની તપાસમાં ભેળસેળમાં સામેળ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની દિલ્હી બદલી કરી દેવાઈ હતી. તો વર્તમાન કંડલા લેબોરેટરીના હેડ પર પાંચેક વર્ષોથી એકજ પદ પર આસીન હોવાથી, અને આજ સમય ગાળા દરમ્યાન વિવિધ પ્રશ્નો ઉભા થતા તેના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...