તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમન:પાલિકામાં ઉમેદવાર દોઢ લાખ ખર્ચી શકશે, 13 વોર્ડની 52 બેઠકમાં પેનલ દીઠ 6 લાખનો ખર્ચ થઇ શકશે

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • જિલ્લા પંચાયતની બેઠકમાં અઢી લાખ અને તાલુકા પંચાયતમાં 1.25 લાખની મર્યાદા

ગાંધીધામ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બે તથા તાલુકા પંચાયતની યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચની મર્યાદા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે. એક વોર્ડમાં નગરપાલિકામાં જોવામાં આવે તો એક ઉમેદવારે દોઢ લાખનો ખર્ચ કરી શકશે. પરંતુ પેનલ દીઠ 6 લાખ રૂપિયા સુધી વહેંચણી ખર્ચની થઇ શકશે તેવું અર્થઘટન પણ થઇ રહ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતની બે બેઠકોમાં એક ઉમેદવાર અઢી લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતના સભ્યમાં સવા લાખની મર્યાદા ખર્ચની નક્કી કરવામાં આવી છે.

લોકશાહીના પર્વને મનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જુદા જુદા પગલા ભરવામાં આવી રહ્યા છે. સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇનના પાલનની સાથે સાથે વ્યવસ્થિત રીતે કામગીરી થાય અને મતદારો મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થામાં લાગી ગયા છે. દરમિયાન આઠમી તારીખથી ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ જશે. જેમાં જે તે ઉમેદવાર ભીડ લઇને આવી નહીં શકે.

માત્ર ત્રણ કે ચારને પ્રવેશ આપવામાં આવશે, તેવું હાલના તબક્કે નક્કી કરાયું છે. નગરપાલિકા કક્ષાએ મુખ્ય દરવાજે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને ઉમેદવાર સિવાય બે કે ત્રણ જણને જ ફોર્મ ભરવા માટે અંદર પ્રવેશ આપવામાં આવશે તેવી ગોઠવણ પણ થઇ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. દરમિયાન આજે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે મામલતદાર કચેરીમાં બેઠક પણ યોજવામાં આવી હતી.

જેમાં સંબંધિત ચૂંટણી સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી હતી તેવા સંકેત પણ મળી રહ્યા છે. નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.1થી 7 માટે ચૂંટણી અધિકારી જે.કે. ચાવડા અને 8થી 13 માટે પ્રાંત ઓફિસર જાડેજાને મુકવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયત કક્ષાએ મામલતદાર ચિરાગ હિરવાણીયાને 8 બેઠક અને તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ વ્યાસ પાસે પણ 8 બેઠકનો હવાલો ચૂંટણી અધિકારી તરીકેનો છે.

મતદાર યાદી લેવા થઇ રહી છે પડાપડી
રાત થોડી અને વેશ ઝાઝા ભજવવાના હોવાથી ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ લાંબા સમયથી શરૂ કરી દેવામાં આવી હતી. મંગળવારે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી થયા પછી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠક માટે કેટલા મતદારો રહ્યા અને કેવી સ્થિતિ છે તે સહિતની જાણકારી મેળવવાને લઇને અભ્યાસ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે.

મતદાર યાદી લેવા માટે પણ પૂછપરછ શરૂ થઇ ગઇ છે. આ વખતે ઉમેદવારી પત્ર ભરવામાં કોઇ થાપ ન ખવાય તે માટે પણ માર્ગદર્શન લેવાની તૈયારી કેટલાક આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો વકીલોને રાખીને ફોર્મ ભરાવતા હોય છે. આમ છતાં કોઇને કોઇ વિવાદ કોઇ કચાસ રહી જતાં થતો હતો. જેને ટાળવા માટે પણ હાલ હોમવર્ક કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો