તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજ:નગરપાલિકામાં તકેદારી આયોગ કચેરીના ત્રિપુટી કર્મીઓના ધામા

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિકાસ કામની કોઇ ફરિયાદના અનુસંધાને તપાસ
 • 3 કલાકના રોકાણમાં અધિકારીઓએ જુદી જુદી માહિતી મેળવ્યાનો અંદાજ

ગાંધીધામ નગરપાલિકાના વિકાસ કામોની અવારનવાર ફરિયાદો ઉઠી હતી. જે તે સમયે થયેલા કામોમાં સંબંધિત સ્થાનિકથી લઇને પ્રદેશ કક્ષાએ રજૂઆતો પણ થઇ હતી. તબક્કાવાર થયેલી કેટલીક ફરિયાદો તકેદારી આયોગને પણ કરવામાં આવી હતી. જે સંદર્ભે તાજેતરમાં આજે તકેદારી આયોગની ટીમના આગમન થતાં પાલિકાના વર્તુળોમાં દોડધામ મચી ગઇ હતી. રસ્તાના કામ સહિતના મુદ્દે તપાસ કરી હોવાના સંકેત મળી રહ્યા છે પરંતુ સત્તાવાર રીતે કોઇ વિગત મળતી નથી.

શહેરમાં સુવિધાઓ ઉભી કરવા માટે પાલિકાના શાસકો દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં કેટલાક સારા કામો પણ થયા છે. જેની નોંધ લેવી જોઇએ. જ્યારે કેટલાક કામોમાં ફરિયાદો પણ ઉઠી ચુકી છે. કેટલીક વખત સ્થાનિક કક્ષાએ ફરિયાદો કરવામાં આવ્યા પછી પણ ધ્યાન આપવામાં ન આવતાં ઉચ્ચકક્ષાએ નગરપાલિકા નિયામક કે મુખ્યમંત્રી અથવા તો તકેદારી આયોગને પણ ફરિયાદો થઇ છે. સૂત્રોના દાવા મુજબ 12 કરોડના રસ્તાના કામો સહિતના અન્ય કેટલાક કામો માટે થયેલી ફરિયાદ સંદર્ભે તકેદારી આયોગના ત્રિપુટી કર્મચારીઓએ આજે પાલિકામાં આવીને અભ્યાસ કર્યો હતો. ઇજનેર વિભાગના આશિષ કુશવાહાએ તકેદારી આયોગના અધિકારીઓ આવ્યા હતા અને તપાસ કરી ગયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કયા મુદ્દે શું તપાસ થઇ તે વિગત મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો