તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષા હેતુ કવાયત:કોસ્ટલ સિક્યોરિટી ઓડિટ ટીમના ગાંધીધામ - કંડલા સંકુલમાં ધામા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ ગણાતા બંદર અને સરહદી જિલ્લામાં સુરક્ષા હેતુ કવાયત
  • ચાર સભ્યોની ટીમ ટુંકા પ્રવાસે આવીને માહિતી મેળવી રહી છે

કોસ્ટલ ઇને સરહદી વિસ્તારમાં સલામતીની વિવિધ સ્તરે પગલા ભરે તે અનિવાર્ય છે. કોસ્ટલ સિક્યોરીટી ઓડિટ ટીમના ચાર સભ્યોએ ગાંધીધામમાં આવીને જુદી જુદી બાબતોનીતપાસ કરીને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હોવાના સંકેત મળી રહ્યા છે. આ સમિતિ દ્વારા કેન્દ્રમાં કરાતી ભલામણના અનુસંધાને જાણકારોના મત મુજબ પગલા પણ ભરાતા હોય છે.

મળતી માહિતી મુજબ એક બાજુ કચ્છ જિલ્લાના કેટલાય વિસ્તારોની સરહદ સંવેદનશીલ ગણાવાઇ રહી છે. તબક્કાવાર જે તે સમયે આ બાબતે પગલા પણ ભરવામાં આવી રહ્યા છે અને સલામતીની દ્રષ્ટીએ પણ મહત્વની બાબતો પર કયાસ કાઢીને તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીધામમાં ખાસ કરીને કંડલા બંદર અને મુન્દ્રામાં બંદર હોવાથી કોસ્ટલ એરિયાના અનુસંધાને પણ સંવેદનશીલતાનું પ્રમાણ વધી જતું હોવાનો દાવો સૂત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રની કોસ્ટલ સિક્યોરીટી ઓડિટ ટીમ કે.એલ. પુરીના સાનિધ્યમાં આવી હોવાની વાત મળી રહી છે. આ ટીમ દ્વારા ડીપીટી સહિત અન્ય સ્થળો પર પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરાયો હોવાની વિગત મળી રહી છે. ટીમના ચાર સભ્યો છે જે સંભ‌વત: એકાદ દિવસના રોકાણ બાદ અહેવાલ તૈયાર કરીને કેન્દ્રમાં આવશે તેમ સમજાય છે. સંવેદનશીલ બાબત હોવાને કારણે વધુ વિગત કે જાણકારી મળી શકી નથી.

બંદર પર પણ સીઆઇએસએફ સહિતની એજન્સી કાર્યરત
સૂત્રોના દાવા મુજબ ડીપીટીમાં સીઆઇએસએફ સહિતની એજન્સીઓ સલામતીની દ્રષ્ટીએ કાર્યરત છે. ડીપીટીની પણ સિક્યોરીટી એજન્સી દ્વારા જુદી જુદી બાબતોનો કયાસ કાઢીને સલામતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જે તે સમયે સલામતીની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ લઇ શકાય તેવા પગલા અંગે માર્ગદર્શન પણ મેળવવામાં આવી રહ્યું છે અને તે મુજબપગલા પણ અગાઉ ભરાઇ ચૂક્યા છે. સરહદી વિસ્તારનો મોટો જિલ્લો હોવાથી પણ સલામતીનું મહત્વ વધી જતું હોય છે.

ટીમના રિપોર્ટ બાદ સલામતી ક્ષેત્રે સુધારા વધારા થઇ શકે છે
જાણકાર વર્તૂળોના દાવા મુજબ ટીમ દ્વારા સૂચવવામાં આવતા ફેરફારો કે સુધારા વધારાને અનુલક્ષીને પણ સલામતી સઘન બને તે દિશામાં કામગીરી કરવામાં આવતી હોય છે. જિલ્લાના સરહદી વિસ્તારોમાં સીઆઇએસએફ, બોર્ડર સિક્યોરીટી ફોર્સ સહિતનો કાફલો અવારનવાર પગલા ભરતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...