ફરિયાદ:CGSTમાં ચાલતી કેગ તપાસ, પણ અધિકારીઓ વામકુક્ષીમાં વ્યસ્ત

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંચ બ્રેક પછી ‘સાહેબ’ની ઓફિસમાં નો એન્ટ્રી !
  • નવા ઓફિસરના આગમનથી માથુ ઉંચકે છે બાબુશાહી?

કચ્છની આર્થિક પાટનગરી ગાંધીધામમાં સેન્ટ્રલ જીએસટીની મુખ્ય કચેરી કચ્છ આયુક્ત આવેલી છે. હાલ અહિ રેગ્યુલર ધોરણે પ્રક્રિયા અનુસારની ચાલતી કેગની ઓડિટ તપાસ પણ ચાલી રહી છે, પરંતુ અધિકારીઓ મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં વામકુક્ષીમાં મશગુલ હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે સીજીએસટીના ઉચ્ચતમ અધિકારીઓએ લંચ બ્રેક બાદ લાલબતી ચલાવીને કોઇ પણ 'મુલાકાતીઓ' ને તેમની સરકારી કચેરીમાં પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો. જેથી ફાઈલોના થોકડા સાથે આવતા લોકોને 'સાહેબ' આરામમાં હોવાથી રાહ જોવા અથવા પછી આવવા કહેવાતું હતું. તો અન્ય ઉચ્ચ અધિકારી તો તેમની ઓફિસમાં કોઇ પણ પ્રવેશ કર તો અકળાઈને તેમના સુરક્ષા કર્મીઓને ધધડાવી નાખીને કોઇને પ્રવેશ ન આપવાની સુચના પણ આપી રહ્યા છે.

નાગરિકોના ટેક્સથી વેતન મેળવતા સરકારી બાબુઓના આવા મીજાજથી ઉપભોક્તાઓમાં નારાજગી તો જરુર છે પરંતુ આવી કોઇ રજુઆત થી કામકાજમાં અસર પડવાના ભયના કારણે સહુ કોઇ તેવું કરવાનું ટાળતા હોવાનું જાણવા મળે છે. નોંધવુ રહ્યું કે ઓનલાઈન વ્યવસ્થા થવા છતાં કેટલાક સલાહકારોના માધ્યમથી કામકાજમાં નિશ્ચીત કારણોસર અટકાવ આવતો હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...