તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડેસરમાં ઘરફોડ ચોરી:આરોપી 36 હજારના મુદામાલ સાથે ઝડપાઇ પણ ગયો

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હમીરપર પાસેથી આરોપીને પકડી બે ચાંદીના સાંકળા, 18 હજાર રોકડ રીકવર
  • ગત સપ્તાહે રાત્રે દાગીના અને રોકડની ચોરીને અંજામ આપ્યો હતો

આડેસરમાં ગત સપ્તાહે રાત્રે થયેલી ઘરફોડ ચોરીના આરોપીને પોલીસે ચોરાઉ મુદામાલ સાથે ઝડપીને ચોરીના ભેદને ઉકેલી લીધો હતો. ગત 2જી જુનના રાત્રીના અરસામાં આડેસરના રેલવે સ્ટેશન પાસે હનીફભાઈ ભટ્ટીના ઘરે ચોરે પ્રવેશ કરીને બે ચાંદીના સાંકળા અને 18 હજાર રોકડ એમ કુલ 36 હજારની ચોરી કરી હતી. જે અંગે 7મી જુનનાજ આડેસર પોલીસે ગુનો નોંધ્યો હતો અને 8મી જુને તે આરોપી મળી ગયાનું જણાવાયું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી તપાસમાં આ ચોરીનો આરોપી હરેશ નારણ કોલી (રહે. જીલાણીનગર, આડેસર) હોવાનો અને તે હમીરપર ગામના ત્રણ રસ્તા પાસે હાજર હોવાની બાતમી મળતા તેને ઝડપીને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ચોરીને અંજામ આપ્યો હોવાનું સ્વિકાર્યું હતું. જેની અટક કરીને કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઈ હતી. તો ચોરીમાં ગયેલા બંન્ને ચાંદીના સાંકળા અને 18 હજાર રોકડ મળીને કુલ 36 હજારનો મુદામાલ પણ રિકવર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...