નૂતન વર્ષાભિનંદન:ઔદ્યોગિકનગરી બની દીપોત્સવમય,​​​​​​​ડીપીટી પ્રશાસનિક ભવન સહિતની ઈમારતો સુશોભિત કરાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યોઃ ટ્રાફિકની સમસ્યા વચ્ચે ફટાકડા ફોડી ઉમંગ પૂર્વક ઉજવણી

પ્રકાશના પર્વ દિવાળીના સપ્તાહ અગાઉથીજ કચ્છની આર્થિક પાટનગરી ગાંધીધામમાં તેની રોનક જોવા મળતી હતી. આ વર્ષે દિવાળી કેવી જશે? તેની ચર્ચા વચ્ચે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી બાળકો ફટાકડા ફોડવાનો રોમાંચ માણતા નજરે ચડતા હતા તો ઘરો બહાર રંગોળી બનાવતી અને અને સુશોભનની ખરીદી માટે ઉત્સાહ દાખવતી ગૃહીણીઓને પણ જોઇ શકાતી હતી. ઈમારતોને વિવિધ લાઈટો સહિતની સુશોભનોથી સજ્જ કરાઈ હતી. તો દેવાલયો ભાવિકોની પ્રાથનાઓથી ગુંજી ઉઠ્યા હતા.

ગાંધીધામમાં દીન દયાલ પોર્ટના પ્રશાસનીક ભવનને દિવાળીના ઉપલક્ષમાં સજાવવામાં આવ્યું હતું, તો આવીજ રીતે સંકુલમાં ઘણી ઈમારતોએ શણગાર સજ્યો હતો. ગાંધીધામની મુખ્ય બજાર, આદિપુરની માર્કેટ, ભારતનગર બજાર સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. લોકો મીઠાઈઓ અને સુશોભન સહિતની વસ્તુઓ માટે મોટા પ્રમાણમાં ખરીદી માટે નિકળ્યા હતા.

શહેરના ઉદ્યોગપતિએ 3 પેઢી સાથે ચોપડા લઈ પરંપરા નિભાવી

દિવાળીના વેપારીઓ નવા ચોપડાઓની ખરીદી કરીને તેનું પુજન કરે છે. આ વર્ષોથી ચાલી આવતી પરંપરાનું નિર્વહન કરતા ગાંધીધામના જાણીતા ઉધોગપતિ સુખરાજ સિંઘવીએ પુત્ર અને પૌત્ર એમ ત્રણ પેઢીઓ સાથે દિવાળીના ચોપડા લેવા બજારમાં આવ્યા હતા અને ખરીદી કરીને સંસ્કૃતિ નિભાવી હતી. વેપારી જીતેંદ્ર સેઠીયાએ જણાવ્યું કે આજ નીતિ રીતીથી ભારતીય સમાજમાં એક પેઢીથી બીજી પેઢી સુધી સંસ્કારોનું જતન અને સીંચન થાય છે.

અન્ય સમાચારો પણ છે...