માગણી:‘ડીપીટીમાં એક ટુરિઝમ જેટી બનાવી પર્યટનને પાંખો આપો’, અગ્રવાલ સમાજે કંડલા ચેરમેનને પત્ર પાઠવ્યો

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવલખી સુધી સમુદ્રી યાત્રા પણ શરૂ કરવા માગણી

દીન દયાલ પોર્ટ એક બાદ એક વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે ત્યારે અગ્રવાલ સમાજે વધુ એક પાયદાન તરફ રાહ ચીંધતા ડીપીટીમાં પર્યટન જેટી બનાવીને ટુરીઝમને વિકાસ આપવાની દિશામાં પગલા ભરવા નિવેદન કર્યું છે.

ગાંધીધામના અગ્રવાલ સમાજના પ્રમુખ સુરેશ ગુપ્તાએ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે તાજેતરમાં બાબા આંબેડકર હોલ, ફોરેસ્ટ જેવા વિવિધ કાર્યોનો જનતાને લાભ મળી રહ્યો છે. હાલ જ્યારે ભારત સરકાર પર્યટન પર વિશેષ ધ્યાન આપી રહી છે ત્યારે કચ્છને મળેલા સમુદ્ર તટનો લાભ કેમ ન લઈ શકાય? તેમણે ધ્યાન આકર્ષિત કરતા જણાવ્યું કે ઉતર ભારત સહિત દેશભરમાંથી જે લોકો કચ્છનું સફેદ રણ જોવા કે કચ્છની મુલાકાતે આવે છે, ત્યારે તેમની ઇચ્છા સમુદ્ર યાત્રા થાય તેવી પણ હોય છે. હવાઈ, રેલવે, રોડ જેવી સુવિધાઓ વધે છે ત્યારે વર્ષો સુધી ચાલુ રહેલી નવલખીનો માર્ગ પણ ખોલવો જોઇએ. ત્યારે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ સામાન્ય દર સાથે આવી સેવા શરૂ કરીને ઉદારતાનો પરિચય આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...