કોરોના અપડેટ:રસી લેવા આવેલા ભાઇ ખાંસ્યા, ચેક કરતા કોરોના આવ્યો!, 4 પોઝિટિવ કેસ, તાવ હોવાથી તમામ ટેસ્ટ કરાવતા ખૂલ્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નોકરીમાં જોડાતા પહેલા રૂટીન ચેકિંગમાં બે પોઝિટિવ

ગાંધીધામ તાલુકામાં શુક્રવારે એક સાથે ચાર કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ભયનો માહોલ છવાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ ચારેય વ્યક્તિઓની સ્થિતિ સ્થિર અને યોગ્ય હોવાનું અને હાલ હોમ આઈસોલેશનમાં હોવાનું જણાવીને લોકોને ભીડભાડ વાળી જગ્યા પર ન જવા અને કાર્યક્રમોનું આયોજન ટાળવાની સલાહ આપી હતી. ગાંધીધામમાં શુક્રવારના ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી એક 52 વ₹હીય વ્યક્તિ શહેર મધ્યે સ્થિત વેક્સિન કેમ્પમાં વેક્સિન લેવા આવ્યો હતો, જે ખુબ ખાંસી ખાતો હોવાથી તેને અલગ તારવીને કોરોના ટેસ્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો.

બીજા કિસ્સામાં ચીકનગુનીયા સહિત તાવ અને અન્ય બીમારીઓથી ગ્રસ્ત પ્રોઢે અન્ય તમામ રિપોર્ટ સાથે કોરોના રિપોર્ટ પણ કરાવી નાખતા તે પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા અને ચોથા કિસ્સામાં બહારથી નોકરીમાં જોડાવા આવેલા પ્રોઢ અને યુવાને જોડાણ પહેલાની પ્રક્રિયા અનુસાર કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. ચારેયની સ્થિતિ બરાબર હોવાનું અને હાલ ઘરે એકાંતવાસમાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં ગાંધીધામમાં આ ચાર કેસજ એક્ટિવ કોરોના કેસ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...