ચોરી:સપનાનગરમાં કામવાળા ‘બહાદુરે’ અન્ય 3 સાથે મળી ઘરમાં એકલી રહેલી મહિલાને બાંધી 8 તોલા સોનું, એક લાખ રોકડની લૂંટ કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોડી રાત્રે ગાંધીધામ આસપાસના સ્થળોએ નાકાબંધી કરાઈઃ રોકડ, સોનુ અને મોબાઇલ સહિત કુલ 3.10 લાખની લૂંટ
  • ઉપરના માળે ઘરે એકલી રહેલી 55 વર્ષીય મહિલાનું મોઢુ, હાથ-પગ બાંધીને બે બેડરૂમ ફેંદયા

ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં કામવાળા બહાદુરેજ ઘરની મહિલાને બાંધીને લુંટ ચલાવવાની ઘટના બહાર આવતા ચકચાર મચી હતી. મોડી રાત્રે પોલીસે નાકાબંધી સહિતના આદેશો છોડી ચક્રો ગતિમાન કર્યા હતા. લુંટમાં આશરે 7થી 8 તોલા અને એક લાખ રોકડ સહિત કુલ 3.10 લાખનો મુદ્દામાલ લૂંટાાયાની ફરિયાદ મોડી રાત્રે દાખલ થઇ હતી. શહેરના સપનાનગર કિડાણા ચાર રસ્તા પાસે શારદાકુંજમાં રહેતા 55 વર્ષીય રેખાબેન રવિંદ્ર દાસ ઘરે એકલા હતા.

ત્યારે તેમની ત્યાં કામ કરતો નિંશાત (નેપાળી) બહાદુર ગુરખા (ઉ.વ. આશરે 21), ધીરેન્દ્ર નેપાળી (બન્ને મૂળ નેપાળ), સાથે બે અજાણ્યા ઇસમોએ મળીને મંગળવારના સાંજના 7 વાગ્યે મહિલા ઘરે એકલા હતા ત્યારે ષડયંત્ર બનાવી ઘરમાં ઘુસી ઉપરના માળે કપડાથી મોંઢુ, હાથ-પગ બાંધીને બંધક બનાવી દીધી હતી. બે બેડરુમને ફીંદ્યા હતા, જેમાંથી અંદાજે એક લાખ 7થી 8 તોલા જેટલુ સોનુ, એક મોબાઇલ લુંટીને ચારેય શખ્સો સ્થળ પરથી ભાગી ગયા હતા. મહિલાના પતિ રવિંદ્ર ધિરેંદ્ર દાસનેે જાણ થતા પોલીસને જાણ કરી હતી. પીએસઆઈ કરંગીયાએ નાકાબંધી કરાયાનું જણાવ્યું હતું.

જ્યાં કામ કરતા હતા તેના ઘરે જ લૂંટ ચલાવી
આ લૂંટની ઘટનામાં પ્રથમ આરોપી નિશાંત એ ફરિયાદીના ઘરે કામ કરતો હતો. તો બીજો આરોપી ધીરેન્દ્ર ફરિયાદીના ગાંધીધામમાં આવેલા ચાઈનીઝ રેસ્ટોરંટમાં કામ કરતો હતો. જે બન્નેએ અન્ય બે અજાણ્યા ઇસમો સાથે મળી માલિકના ઘરમાં જ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...