હાલાકી:સેકટર 1-એના પ્લોટ નંબર 50 થી 60માં સફાઈ ન થતી હોવાની બુમરાડ

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરની લાઈનનું લેવલ ઉંચુ કરવા માટેની માગણી પર ધ્યાન ન અપાયું

ગાંધીધામ નગરપાલિકા દ્વારા ભરવામાં આવતા પગલામાં કેટલીક વખત કોઈને કોઈ ઉણપ ને લઈને પ્રશ્નો વધુને વધુ ગૂંચવાતા રહે છે.1/એ વિસ્તારમાં પ્લોટ નંબર 50 થી60ની પાછળના ભાગમાં સફાઈ થતી હોવાની ફરિયાદ કરવા ન આવ્યા છતાં કોઇ જ પગલાં ભરવામાં આવ્યા નથી. ઉપરાંત આ વિસ્તારના નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે વેરા ભરવામાં આવ્યા છતાં તેના પ્રશ્નો ઉકેલાતા નથી અને ગટર ની લાઈન પણ જર્જરિત થઇ હોવાની સાથે ભારેખમ વાહનોની અવરજવરથી નુકસાની થાય તેવી શક્યતા છે.

તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે કે આ માગણી પછી પાલિકા કેવી નીતિ અપનાવે છે તેની સ્થિતિ આગામી દિવસોમાં ખબર પડશે. નગરપાલિકા દ્વારા લોકોના કામો સારી રીતે થાય તે દિશામાં પગલા ભરવા મહેનત કરવામાં આવે છે પરંતુ કોઇને કોઇ કારણોસર લોકો સુધી વ્યવસ્થિત રીતે સુવિધાઓ પહોંચી શકતી નથી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ પરિણામ કેટલાક સમયે મળતું હોવાની ફરિયાદો બળવત્તર બનતી હોય છે.

સેક્ટર 1/એ વિસ્તારમાં રહેતા ડો. રાજેશ માહેશ્વરીએ અગાઉ બે વખત નગરપાલિકામાં જઈ ને રજૂઆત કરી સફાઈ થતી હોવા અને તેમની હોસ્પિટલ પાસે ગટરની લાઇનનુ લેવલ નીચું હોવાથી ઉચુ લેવા માટે પણ માગણી કરી છે જેને લઇને હજુ સુધી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી. સફાઇ થતી ન હોવાથી કચરાના ઢગલાની સાથે ગટર અવારનવાર ઉભરાતી હોવાને લઇને ચીફ ઓફિસરને પત્ર પાઠવી પગલા ભરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...