પોલીસ માટે પડકાર:ભારતનગરમાં ઘર પાસેથી 5.77 લાખની બોલેરો હંકારી જવાઇ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંકુલમાં વાહન ચોરી કરતી ગેંગ તરખાટ મચાવી રહી છે, ક્યારે પકડાશે ?
  • ગુરૂકુળ અને કચ્છ કલા રોડ પર ધોળા દિવસે બાઇક ચોરીને અંજામ અપાયો

ગાંધીધામ સંકુલમાં વાહન ચોરી કરતી ગેંગ તરખાટ મચાવી રહી છે જેમાં ભારતનગરમાં ઘર પાસે પાર્ક કરેલી 5.77 લાખની બોલેરો તસ્કરો હંકારી ગયા હોવાની, તો ગુરૂકુળ વિસ્તાર અને કચ્છ કલા રોડ પર એક જ દિવસમાં ધોળે દિવસે બે બાઇકો ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ભારતનગરની કૈલાશ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય ખીમજીભાઇ દેવજીભાઇ ચૌહાણ શિવ સાંઇ કન્સ્ટ્રક્શનની ગાડી ચલાવવાનું કામ કરે છે.

ગત રાત્રે 8 વાગ્યે તેમણે રૂ.5,77,771 ની કિંમતની બોલેરો પીક અપ ગાડી જે તેમના સબંધી કાનજીભાઇ જીવણભાઇ પટેલના નામે છે. તે ઘરની સામે સથવારા સમાજવાડી પાસે પાર્ક કરી હતી આજે સવારે છ વાગ્યે બહાર નીકળીને જોયું તો બોલરેો ન દેખાતાં આસપાસ તપાસ કરી પરંતુ ન મળતાં આ વાહન ચોરી થયું હોવાની ફરીયાદ નોંધાવી હતી. તો, વોર્ડ-7/બી ગુરૂકુળ વિસ્તારમાં રહેતા અને સિંધુબાગ પાસે સલુન ચલાવતા રિપલભાઇ હેમરાજભાઇ ભટ્ટી તા.5/1 ના સાંજે પાંચ વાગ્યે પોતાના ઘર પાસે રૂ.25,000 ની કિંમતનું એક્ટીવા પાર્ક કરી ઘરમાં ગયા બાદ અડધા કલાકમાં તેઓ બહાર આવ્યા ત્યારે એક્ટિવા જોવા મળ્યું ન હતું.

તેમણે આસપાસ શોધ્યા બાદ પોતાની રીતે શોધખોળ કરી પરંતુ ન મળતાં પોતાનું વાહન ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. તો એ જ દિવસે અંજાર રહેતા અને કચ્છ કલા રોડ પર મેટ્રો માર્કેટિંગમાં નોકરી કરતા અનસભાઇ દાઉદભાઇ કાસમભાઇ ઇસપને પોતાનું રૂ.16 હજારની કિંમતનું બાઇક તા.5/1 ના રોજ અમન કોમ્પલેક્સ પાસે પાર્ક કર્યું હતું બપોરે અઢી વાગ્યે બેંકના કામે જવા બહાર આવ્યા ત્યારે તેમનું બાઇક જોવા ન મળતાં આસપાસ શધખોળ કરી ન મળતાં વાહન ચોરીની ફરિયાદ તેમણે નોંધાવી છે. એ ડિવિઝન પોલીસે ત્રણે ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.

વાહન ચોરતી ગેંગ પોલીસ માટે પડકાર
ગાંધીધામ સંકુલમાં વાહન ચોરીઓ રોજિંદી ઘટના બની ચૂકી છે જેના કારણે સંકુલના લોકોમાં પોતાનું વાહન ચોરાઇ જવાનો સતત ફફડાટ રહે છે તો આ વાહશન ચોરી કરતી સક્રિય ગેંગ પોલીસ માટે પડકાર બની છે. આ ગેંગને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરાય તેવી માંગ પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...