તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ગાંધીધામમાંથી 3.50 લાખની બોલેરો ઉપડી ગઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં વાહન તસ્કરીના બે બનાવો : અંજારમાંથી એક માલિકના બે વાહન ચોરાયા

ગાંધીધામમાં શાકભાજીના ધંધાર્થીની રૂ.3.50 લાખની બોલેરો કેમ્પર કોઇ ઇસમો ચોરી ગયા હોવાની અને અંજારમાંથી રૂ.1.65 લાખનું રોયલ ઇન્ફીલ્ડ બુલેટ ઉપડી ગયું હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. ગળપાદરના શાંતિધામ ખાતે રહેતા રાજુભાઇ ઢગલારામ ચૌધરી શાકભાજી અને કરિયાણાનો વેપાર કરે છે અને તે માટે તેમની પાસે જીજે-12-સીજી-9484 નંબરની બોલેરો કેમ્પર જીપ છે તેનો ઉપયોગ કરે છે.

આ ગાડી તેમના બનેવી આશારામ ચૌધરી ચલાવે છે. તેમણે તા.18/9 ના ઇન્દીરાનગરમાં પાર્ક કરેલી રૂ.3.50 લાખની કિ઼મતની તેમની બોલેરો ચોરાઇ હોવાની ફરિયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. અંજારના જેમલાણીની વાડી હેમલતા બાગ સામે રહેતા ખેડૂત દિપકભાઇ વેલજીભાઇ સોરઠિયાએ પોતાનું રૂ.1.40 લાખની કીંમતનું રોયલ ઇન્ફીલ્ડ બુલેટ અને રૂ.25,000 ની કિંમતનું એક્ટિવા બન્ને વાહન ઘર પાસે પાર્ક કર્યા હતા જે તા.12/9 ના રાત્રે કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તેમણે અંજાર પોલીસ મથકે નોંધાવી છે. અહીં નોંધવું રહ્યું કે, ગાંધીધામ, આદિપુર અને અંજારમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. વાહન ચોરીને અંજામ આપતી ગેંગ પોલીસ માટે પડકાર બની રહી છે ત્યારે આ ગેંગ તાત્કાલિક પકડાય તેવી માંગ ઉઠી છે. નોંધનીય છે કે, કચ્છમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે તેને કાબુમાં કરવા પોલીસ માટે જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો