તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ કચ્છમાં બે જીવલેણ અકસ્માત સર્જાયા હતા જેમાં ત્રંબૌ પાસે બોલેરો 7 વર્ષના બાળક ઉપર ફરી વળતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું , તો મોટી ચીરઇ પાસે ટ્રક અડફેટે 19 વર્ષીય યુવાનના મોતની ઘટનાથી ભચાઉ નજીક સતત ત્રીજા દિવસે પણ જીવલેણ અકસ્માતની ઘટના બની છે. નૂતન ત્રંબૌ રહેતા 41 વર્ષીય ગુલાબસિંહ રાસુભા જાડેજાગત સાંજે વાડીએથી કામ પતાવી પડોશી ભવાનભાઇ પેથાભાઇ સાથે ઘરે જઇ રહ્યા હતા જેમાં ભવાનભાઇ આગળ, તેમની પાછળ ગુલાબસિંહ અને તેમની પાછળ ગુલાબસીંહનો 7 વર્ષીય પુત્ર અશ્વિનસિંહ અને તેમના ભાઇ નરપતસિંહનો પુત્ર જયવીરસિંહ ચાલીને જઇ રહ્યા હતા
તે દરમિયાન આગળ એક ટ્રક હતી નેની પાછળ રહેલા બોલેરો ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં ગાડી તેમના ઉપર લઇ આવતાં ગુલાબસિંહે જયવીરસિંહને ખેંચી લીધા પણ બોલેરો તેમની પાછળ આવી રહેલા 7 વર્ષીય અશ્વિનસિંહ ઉપરથી ફરી વળતાં માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્તને રાપર સીએચસી લઇ જવાયો હતો પણ સારવાર નસીબ થાય તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું.આ અકસ્માતની જાણ થતાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતાં
જેમાં તાલુકા પંચાયતના માજી ઉ.પ્ર. હમીરસિંહ સોઢા,રાપર નગરપાલિકાના માજી ઉ.પ્ર.હઠુભા સોઢા,રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અનોપસિંહ વાઘેલા, જયદીપ સિંહ જાડેજા, રાજુભા જાડેજા,રાપર તાલુકા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા,દીપેન્દ્ર સિંહ જ્યેન્દ્ર સિંહ જાડેજાવગેરે તાત્કાલિક રાપર પહોંચી ગયા હતા અને મૃતક બાળકના પરિવારજનોને સાંત્વના આપી હતી.પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. હાલ 7 વર્ષના પુત્રના મોતથી પરિવાર અને સમાજમાં માતમ છવાયો છે.
તો અન્ય એક બનાવમાં ભચાઉના મોટી ચીરઇ સામે બનેલી જીવલેણ ઘટનામાં મુળ રાજસ્થાનના હાલે મોટી ચીરઇ રહેતા 24 વર્ષીય સુમેરારામ દિપારામ ભીલે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 19 વર્ષીય કાકાઇ ભાઇ દિપારામ રાજુરામ ભીલ મોટી ચીરઇ સામેના પુલ પર જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા ટ્રક ચાલકે તેને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. ગત રાત્રે બનેલી ઘટનામાં નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ તેમપે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બાંભણકાના સીમકાઢુ રોડ પર બાઇક ટકરાતાં એક ઘાયલ
ખડીરના બાંભણકા ગામમાં રહેતા 25 વર્ષીય દિનેશભાઇ લાલજીભાઇ રાજગોરે ફરિયાદ નોંધાવી છે કે, તા.24/12 ના તે પોતાના સબંધી નવીન નાગજીભાઇ સાથે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે બાંભણકાના સીમકાઢુ રોડ પર અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકમાં ટક્કર મારતાં નાગજીને ફ્રેક્ચરની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર બાઇક ચાલક નાસી ગયો હતો. ખડીર પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.