કસ્ટમ હાઉસમાં ‘એજન્ટ રાજ’:નિયમોનું થતું છડેચોક ઉલ્લંઘન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસ્ટમ ભ્રષ્ટમ - દેશની સુરક્ષા અને આર્થિક નીતિઓને નુકશાન પહોંચાડતી કસ્ટમની નબળી વ્યવસ્થા જોખમી
  • ડ્રગ્સ-ડીઝલ-સિગારેટ-રક્ત ચંદનની સ્મગલીંગમાં ભાડાના લાયસન્સનો ઉપયોગ

દેશના સૌથી મોટા સરકારી અને ખાનગી બે પોર્ટનું મહતમ તમામ ઓપરેશન ગાંધીધામથી હેંડલ થાય છે ત્યારે કસ્ટમ હાઉસ એજન્ટોજ જાણે કસ્ટમ હાઉસ ચલાવતા હોય તેવો તાલ વર્ષોથી ચાલતી વ્યવસ્થાથી સર્જાયો છે. કેન્દ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીએ નામ ન જણાવવાની શરતે આ અંગે કહ્યું કે ‘કંડલા, મુંદ્રા કસ્ટમ હાઉસની કાર્યપદ્ધતિ એજન્ટ રાજની પ્રતિતિ કરાવે છે’.

થોડા સમય અગાઉ સુધી કસ્ટમ હાઉસમાં અધિકારીઓમાં એક સરખામણીથી અન્ય નામે બોલાવવાની વકી પડી હતી, હવે એજન્ટોના વધતા પ્રભુત્વ થી હાઉસમાં એજન્ટ રાજ ચાલતું હોવાની ચર્ચા છે. જેથી સરકારની પોલીસી, સુરક્ષા- વ્યવસ્થાઓને તાક પર રાખીને અંગત લાભ માટે પ્રક્રિયાઓને પ્રભાવિત કરાતી હોવાની વૃતિ થતી હોવાનો મત જાણકાર વર્તુળો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

જખૌ ડ્રગ્સ કાંડ હોય કે સિગારેટ, ડ્રગ્સ, બેઝઓઈલ, ડીઝલની સ્મગલીંગના તમામ પ્રકરણોમાં ભાડે લીધેલા કસ્ટમ લાયસન્સનો રોલ આવે છે ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા આ અયોગ્ય વ્યવસ્થાને કેવાયસી કે અન્ય દોરીસંચાર થકી શા માટે અંકુશમાં લાવવાનો કોઇ પ્રયાસ નથી કરાઈ રહ્યો તે પોતે એક પ્રશ્ન છે.

એજન્ટો દ્વારા ‘સાચવવામાં’ આવતા હોવાથી તેમના ભાર તળે રહેલા અધિકારી અને કર્મચારીઓ તેમની ચેકિંગ, સ્કૃટની પ્રક્રિયાઓ સહિતની ભુમીકાને સુયોગ્ય ઢબે ન ભજવીને ન માત્ર સરકારી તીજોરીને નુકશાન પણ દેશની સુરક્ષાને પણ તાક પર રાખી રહ્યા હોવાનો મત ક્ષેત્રના તજજ્ઞ વ્દારા વ્યક્ત કરાઈ રહ્યો છે. આ અંગે કસ્ટમ વિભાગનો મત જાણવા તેના જનસંપર્ક અધિકારીનો સંપર્ક સાધવાના પ્રયાસ છતાં ન થઈ શકતા તેમનો મત જાણી શકાયો નહતો.

ફેસલેસ સીસ્ટમને સોશિયલ ગ્રૂપથી ભ્રષ્ટ બનાવીગ્રૂપમાં એન્ટ્રીની માહિતી નાખીને જેની પાસે ફાઈલ આવી હોય તેને જાણ કરાય છે
ભ્રષ્ટાચારને કાબુમાં લઈ શકાય તે માટે કેંદ્ર સરકાર દ્વારા તમામ રેવન્યુ સબંધિત વિભાગોમાં ફેસલેસ ઓનલાઈન પ્રક્રિયાઓને ગત કેટલાક સમયથી લાગુ કરવામાં આવી છે. જેમાં ઈન્કમટેક્સ, જીએસટી સાથે કસ્ટમ પણ સામેલ છે. કાર્ગો સબંધિત કાગળોને ઓનલાઈન સબમીટ કરતાજ તે સ્થાનિક નહિ પણ દેશના કોઇ પણ અન્ય કસ્ટમ અધિકારી પાસે તેની કાગળ પર રહેલી માહિતીઓના આધારે સ્કૃટની માટે જાય છે. જેથી તેને પાસ કરવા એજન્ટ કે આયાત, નિકાસકારે જે તે અધિકારી પર ઓશીયાળા ન રહેવું પડે અને કોઇ પ્રકારના ‘વ્યવહાર’ ન કરવા પડે.

પણ આ વ્યવસ્થાનો પણ તોડ ગોતીને ઓલ ઈન્ડીયા અને કચેરીઓ અનુસાર વોટ્સઅપ ગૃપ બનાવી દેવાયા હોવાની ચર્ચા છે. જેમાં જે ફાઈલ સબમીટ થાય તે અંગેની માહિતી નાખીને આ ફાઈલ ક્યાં અધિકારી પાસે આવી અથવા તો જે ફાઈલ આવે તે અંગેની માહિતી નાખી અને તે ક્યાં પ્રતિનીધી હેંડલ કરે છે તેની માહિતી નખાય છે. જેને આગળની પ્રક્રિયાઓ આરામથી પસાર કરે તે માટેનો અગાઉ ચાલતા વ્યવહારોને ઓનલાઈન વચેટીયાઓ થકી કરવામાં આવે છે. આ તમામ છડેચોક ચાલતી ગેરરીતીઓ અંગે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી દ્વારા મહા અભીયાન છેડાય તો મોટા કારસાઓ બહાર આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...