તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પક્ષની મજબુતી માટે ભાજપનું ચિંતન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના કાર્યાલયે પાલિકાના પદાધિકારીઓને સંકલનમાં રહેવા ટકોર
  • પ્રદેશ ઉપાધ્યક્ષ અને કચ્છના પ્રભારીની હાજરીમાં શહેર કારોબારીની બેઠક યોજાઇ

ગાંધીધામ ભાજપની કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. પ્રદેશ ઉપાધ્યક્ષ અને કચ્છના પ્રભારીની હાજરીમાં ટાઉન હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં પાર્ટીને વધુ મજબુત કરવા સહિતનું ચિંતન કરવામાં આવ્યું હતું. જ્યારે આ બેઠક પહેલા શહેર ભાજપના કાર્યાલય પર ઔપચારીક રીતે મળેલી બેઠકમાં અપેક્ષીત આગેવાનો દ્વારા નગરપાલિકાના પદાધિકારીઓના ચાલતા ઠંડાયુદ્ધ અંગે ચર્ચા વિચારણા કરીને સંબંધિતોને માપમાં રહીને સંકલન રાખીને આગળ વધી પાર્ટીનું નામ બદનામ ન થાય તે માટે ટકોર કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચે તથા પક્ષના જુદા જુદા કાર્યક્રમો સંદર્ભે અવારનવાર બેઠકો યોજાતી હોય છે. દરમિયાન અગાઉ રાજ્ય, રાજ્ય બાદ જિલ્લામાં અને જિલ્લા બાદ ટાઉન હોલ ખાતે ભાજપના અપેક્ષીત કાર્યકરોની બેઠક બોલાવવામાં આવી હતી. કચ્છના પ્રભારી મહેન્દ્રભાઇ પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સંગઠન લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી અને સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યાની વિગત મળી રહી છે.

સૂત્રોના દાવા મુજબ આ બેઠક પહેલા શહેર ભાજપના કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં નગરપાલિકાના પદાધિકારીઓમાં ચાલતી ખેંચતાણ અને પાર્ટી બદનામ થાય તેવા કિસ્સાઓ અંગે સંબંધિત વર્તૂળોને સાનમાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષે આમને સામને દલીલો થયા પછી સંકલન રાખીને આગળ વધી પક્ષનું નામ ખરાબ ન થાય તે માટે પણ સૂચના આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

દરમિયાન ટાઉનહોલ ખાતેની કારોબારીની બેઠકમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અનિરૂદ્ધ દવે, વિકાસ રાજગોર, પંકજ ઠક્કર, નરેશ ગુરબાની, મહેન્દ્રભાઇ જુણેજા, મહેશ પુંજ, દિનેશ માળી, બળવંત ઠક્કર, અનિતાબેન દક્ષિણી, બબીતાબેન અગ્રવાલ, વિજયસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...