તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં દાવપેચ:પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે સીટ જાળવી, તાલુકા પંચાયતના પાંચ વર્ષમાં બે પેટા ચૂંટણીમાં ભાજપ પાસેથી એક બેઠક કોંગ્રેસે આંચકી

ગાંધીધામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સત્તાના સિંહાસન સુધી પહોંચવા મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે ખેલાય છે મરણીયા જંગ

ગાંધીધામમાં નવા સિમાંકન પછી યોજાયેલી ચૂંટણીમાં જોવામાં આવે તો નગરપાલિકાની એક બેઠકમાં વધારો થઇને 52 બેઠક થઇ હતી. વિતેલા પાંચ વર્ષના સમયગાળા પર નજર નાખવમાં આવે તો એક પેટા ચૂંટણી ભાજપના સભ્યને ત્રણ સંતાન થતાં રાજીનામાથી યોજાઇ હતી. તેમાં ભાજપે બેઠક જાળવી રાખી હતી. જ્યારે તાલુકામાં જોવામાં આવે તો બે પેટા ચૂંટણી બે સભ્યો માટે યોજાઇ હતી, જેમાં એકમાં કોંગ્રેસે ભાજપ પાસેથી એક બેઠક આંચકીને કુલ 16 બેઠકોમાંથી 12-4 હતી તેમાં વધારો કરીને કોંગ્રેસે 5 બેઠકો મેળવી હતી.

કચ્છની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામમાં સામાન્ય રીતે જોવામાં આવે તો શહેર અને તાલુકામાં યોજાતી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે સારા એવા મત મેળવવામાં સફળતા મેળવી છે. નગરપાલિકાના શાસન પર નજર નાખવામાં આવે તો પાંચ વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 52માંથી 45 બેઠક મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે 7 બેઠકો જઇ હતી. કોઇ અપક્ષ કે અન્ય પક્ષને બેઠક મેળવવા સફળતા મળી ન હતી.

પરંતુ નજીવી સરસાઇથી ભાજપ કે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને સીધી કે આડકતરી રીતે જીતાડવા કે હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાંચ વર્ષના શાસનમાં અનેકવિધ ઉતારચડાવ અને વિકાસના દાવાઓ ભાજપે કર્યા હતા. જેમાં છેલ્લા અઢી વર્ષમાં જોવામાં આવે તો અનેકવિધ વિવાદો પણ થયા હતા.

વોર્ડ નં.2માંથી ચૂંટાયેલા મોમાયાભાઇ ગઢવીને ત્રીજુ સંતાન થતાં તેણે રાજીનામું આપતા તેની ખાલી પડેલી બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે દિનેશ લાલવાણીને મેદાનમાં ઉર્તાયા હતા અને આ બેઠક પર 2000થી વધુ મતની લીડથી જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. નલિયા દુષ્કર્મ કાંડમાં ભાજપના જ બેનર પર ચૂંટાયેલા વસંત ભાનુશાળી અને અજીત રામવાણીને પક્ષમાંથી દુર કરવામાં આવ્યા પછી કાનૂની લડત સાથે સભ્ય પદ જાળવી રાખ્યું હતું. પરંતુ ભાજપની 45 બેઠકો હતી તેમાં ઘટાડો થઇને 43 થઇ હતી.

તાલુકા પંચાયતની 16 બેઠકોમાં અંતરજાળ-2 અને 3માં અનુક્રમે રમેશ મ્યાત્રાને ત્રીજુ સંતાન થતાં અને ગોવિંદભાઇ ભીલ ભાજપના હતા તેણે રાજીનામું આપતા તેની ખાલી પડેલી બેઠકમાં અંતરજાળ-2માં કોંગ્રેસના રમેશભાઇનો વિજય થયો હતો. આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં આવી હતી. જ્યારે અન્ય બેઠક જાળવવામાં ભાજપ સફળ થયું હતું.

તાલુકા પંચાયતમાં બે વાર કોંગ્રેસ, ત્રણ વખત ભાજપના ફાળે પ્રમુખનો તાજ
અંજારમાંથી અલગ પડીને નવી તાલુકા પંચાયતનું સર્જન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કાવાર યોજાયેલી ચૂંટણીમાં રાજકીય કાવાદાવા અને દાવપેચો રમાયા હતા. પ્રમુખ પદ માટે પ્રથમ કોંગ્રેસના કુવરબેન મરંડે સેવા આપી હતી. ત્યાર બાદ ધમાભાઇ વીરડા - ભાજપ, કુવરબેન વીરડા- કોંગ્રેસ, નારણભાઇ બાબરીયા- ભાજપ અને છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના જ પ્રમુખો અનુક્રમે લક્ષ્મીબેન અને ગીતાબેન મ્યાત્રા પ્રમુખ પદ ભોગવ્યું છે. આમ, સત્તાના આટાપાટાની રમતમાં જોવામાં આવે તો ભાજપનો હાથ ઉપર છે.

તાલુકામાં વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ નિષ્ફળ
તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણી પછી સામાન્ય સભા કે અન્ય પ્રસંગોમાં વિપક્ષ તરીકે પ્રથમ ચાર બેઠકો સાથે રહેલા કોંગ્રેસના સભ્યોએ મોટા ભાગે મૌન વ્રત જ ધારણ કર્યું હતું. કેટલીક વખત તો ભાજપની જ અંદરોઅંદરની ખટપટ અને હુંસાતુંસીને કારણે સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો મુંગા રહેતા હતા. જેની સામે ભાજપના સભ્યો સફાઇ, દબાણ સહિતના મુદ્દે સભા ગજાવતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો