નીવેદન:ભાજપે સરકારની નિષ્ફળતા છુપાવવા રૂપાણીનું રાજીનામું લીધું: અમીત ચાવડા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મીડિયા સાથે કરી વાતચીત
  • ભાજપના સિનિયરોની બાદબાકી કરવામાં આવી

કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આજે કંડલા એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં લોકોની નારાજગી સરકાર પ્રત્યે હોવાનું જણાવી તેને લઈને જ રૂપાણીનું રાજીનામું લેવાયું હોવાનું હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના સિનિયર આગેવાનો અને દર કિનારે કરી દેવામાં આવ્યા હોવાનુ પણ તેઓએ જણાવ્યું હતું.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે નેતા નહીં નિયત બદલવી પડશે, ચહેરા નહિ ચરિત્ર બદલવું પડશે. ભાજપે લોકોને કોરોનાના કાળમાં ભગવાન ભરોસે મૂકી દીધા હતા .સરકારની લાપરવાહી અને મિસ મેનેજમેન્ટને લઈને લાખોના મોત થયા હતા.

યુવાનો બેરોજગાર બન્યા છે. કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે. આ બધી નિષ્ફળતા છુપાવવા વિજયભાઈ નું રાજીનામું લેવામાં આવ્યુ છે. દિલ્હી બેઠેલા મોદી અને અમિત શાહ વહીવટ ચલાવી રહ્યા છે .ભાજપના સિનિયર આગેવાનો નીતિન પટેલ ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવાને દર કિનાર કરી દેવામાં આવ્યા આવ્યા છે તેવો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા,જુમાભાઈ રાયમા, ગનીભાઈ માજોઠી ,ભરત ગુપ્તા ,લતીફ ખલીફા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...