ભુજ:વોર્ડ-2ના ભાજપના સભ્યો રાજીનામા આપે : રહીશો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના જેવી મહામારીમાં નિષ્ક્રીયતાની બૂમ

કોરોના જેવી મહામારીમાં લોકોની પડખે રહીને સહાય કરવા માટે સરકાર અને સંગઠન દ્વારા પણ સૂચના આપવામાં આવે છે. ગાંધીધામના કેટલાય વિસ્તારોમાં ચૂંટાયેલા સભ્યો સક્રિય રીતે લોકોની પડખે રહી સેવા આપી રહ્યા છે. પરંતુ કેટલાક સભ્યો પ્રજાના પ્રશ્નોની ઉપેક્ષા કરી રહ્યાની બૂમ ઉઠી રહી છે. વોર્ડ-2ના કેટલાક રહીશોએ તેના વિસ્તારના નગરસેવકો કામ કરતા ન હોવાની ફરીયાદ કરીને તેમના રાજીનામા માટે માગણી કરી છે. 

લોકોના ફોન ઉપાડતા ન હોવા કે જવાબ આપતા ન હોવાની ફરીયાદ કરી
ગાંધીધામ અને આદિપુરના મળીને 52 સભ્યો પાલિકામાં ચૂંટાયેલા છે. બે સભ્યોના કાનૂની વિવાદ ચાલી રહ્યા છે. દરમિયાન વોર્ડ-2ના સભ્યો લોકોના ફોન ઉપાડતા ન હોવા કે જવાબ આપતા ન હોવાની ફરીયાદ કરી રહ્યા છે. 4-એ, 2-બીના રહીશોએ ભાજપના પદાધિકારીને પત્ર પાઠવીને આ બાબતની જાણકારી આપી રાજીનામાની માગણી કરી છે. આ વોર્ડમાં 2 સભ્યો પન્નાબેન જોશી, ઉષા મીઠવાણી અને દિનેશ લાલવાણી સામાન્ય રીતે સતત સક્રિય રહ્યા છે. જ્યારે અન્ય એક સભ્ય પરમાનંદ ક્રિપલાણી તેમના જ ઘર સામે વિકાસ કામ થતા ન હોવાના મુદ્દે અગાઉ નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપવાના મુડમાં આવ્યાના અહેવાલ મળ્યા હતા. સત્ય હકીકત જે હોય તે ભાજપનું સંગઠન હવે શું પગલા લે છે તેની ઉપર લોકોની મીટ મંડાણી છે. 

અન્ય સમાચારો પણ છે...