આક્ષેપ:પાલિકામાં ભ્રષ્ટાચારની વાત ભાજપ સ્વિકારે છે, શહેર કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને ઢંઢોળ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ઉપપ્રમુખના વિવાદની તાર્કીક દલીલ કરાઇ

ગાંધીધામ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છેતેવા વિપક્ષ સહિત અન્ય કેટલાય દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવે છે. પરંતુ હવે તો ભાજપના આગેવાનો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી નગરપાલિકાના ભ્રષ્ટાચારની ગાથા ભાજપના જ પદાધિકારીઓ ગાઇ રહ્યાની લાગણી વ્યક્ત કરી જવાબદારો સામે પગલા ભરવા માગ કરી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વિપક્ષ તરીકે નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને ચાલતી લાલીયાવાડીની ફરિયાદ કરી છતાં ગંભીરતાથી રજૂઆતને ધ્યાને લેવાઇ નથી. હદથી વધુ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તેની ફરિયાદ ખુદ નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કર દ્વારા શહેરી વિકાસ કમિશનર, કલેક્ટરને કરવામાં આવી છે. તેથી પુરવાર થાય છે કે, નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરીને પ્રજાના પૈસાનો દુરઉપયોગ થાય છે. ઉપપ્રમુખે જે ફરિયાદ કરી છે તેની તપાસ કરી કડક પગલા ભરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...