તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ આર્શ્ચય !:ભચાઉ હાઇવે પર 108 એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકોનો જન્મ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વસ્થ માતા-બાળકોને ખિલખિલાટ દ્વારા ઘરે પણ પહોંચાડાયા

ભચાઉ તાલુકાના ગમડાઉ ગામની સીમમાં રહેતા સૂરજભાઈના પત્ની પૂરીબેનને પ્રસુતિની પીડા ઉપડતા 108 ઇમરજન્સી સેવાને કોલ કર્યો હતો. આ કોલ મળતાં જ સામખિયાળી જીવીકે ઇએમઆરઆઇ ની ટીમના ઈએમટી જયરામ સુથાર અને પાયલોટ પ્રવિણ કાપડી તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. મહિલાને પ્રથમ નજીક ની લાકડિયા હોસ્પિટલ લઇ જવાઇ હતી.

જ્યાં તબીબે તપાસ કરતા જોડિયા બાળકો હોવાનું અને પરિસ્થિતિ ગંભીર છે હોવાનું જણાવાતાં પુરીબેનને વધુ સારવાર માટે ગાંધીધામ લઇ જતા સમયે રસ્તામાં પુરીબેન ને ખુબ જ દુઃખવો થવાથી અને પરિસ્થિતિ ક્રિટિકલ માલુમ પડતાં ઇએમટીજયરામભાઇએ તાત્કાલિક અમદાવાદ ખાતેના 108 ના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને કોલ કરીને નિષ્ણાતોની સલાહ લીધી અને સતત નિષ્ણાતોના સંપર્ક માં રહીને એમ્બ્યુલન્સમાં જ ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

અને એમ્બ્યુલન્સમાં જ ઉપ્લબ્ધ ડીલીવરી માટેના સાધનો,કીટ તથા ટેકનિક નો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક જોડીયા બાળકીનો જન્મ કરાવ્યો હતો તથા વધુ સારવાર અર્થે માતા ,બાળકને ગાંધીધામની સરકારી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા હતા. જોડીયા બાળકીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી તથા પરિવાર જનોએ ૧૦૮ અને કર્મચારીઓ નો આભાર માન્યો હતો.એટલું જ નહીં આજ રોજ સ્વસ્થ માતા તથા બાળકોને રામબાગ હોસ્પિટલથી નિ:શુલ્ક સેવા ખિલખિલાટ દ્વારા તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...