તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:મીઠીરોહર પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શ્રમિકો રવિવારની રજા માણવા બાઇક લઇને નિકળ્યા હતા

ગાંધીધામના મીઠીરોહર પાસે ઠેકેદારની બાઇક લઇને રવિવારની રજા માણવા નિકળેલા બે શ્રમિકોને ડાઇડ્રો ચાલકે અડફેટે લેતાં બાઇક ચલાવી રહેલા શ્રમિકનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું જ્યારે બીજાને સામાન્ય ઇજા પહોંચી હતી. મુળ ઓરિસ્સાના હાલે મીઠીરોહરમાં આવેલા રાજક્રિપાલ કંપનીના બેન્સામાં મજુરી કામ કરતા ખુશીરામ સંશાઇ છત્રીયા અને તેના જોડે જ મજુરીકામ કરતા જેમન્ત પુજારી રવિવારે રજાનો દિવસ હોઇ રજા માણવા માટે કંપનીના ઠેકેદાર રાજુભાઇ લોંચાનું બાઇક લઇને રજા માણવા નિકળ્યા હતા કંપનીથી અડધો કિલોમીટર જ દૂર પહોંચ્યા ત્યારે સર્વિસ રોડ ઉપર પૂરપાટ આવેલા આરજે-23-ઇએ-0326 નંબરના હાઇડ્રા(ક્રેન) ના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક ચલાવી રહેલા રોડ ઉપર પડ્યો હતો અને હાઇડ્રોના તોતિંગ પૈડા જેમન્ત ઉપરથી ફરી વળતાં માથું ચગદાઇ ગયું હતું અને ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જનાર હાઇડ્રો ચાલક વાહન મુકી નાસી ગયો હતો. ફરિયાદીને કમરના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં બી-ડિવિઝન પોલીસે અકસ્માત કરનાર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતક શ્રમીકના પરિવારમાં આ બનાવથી માતમ છવાયો છે. મીઠીરોહર પાસે સર્વિસ રોડ ઉપર પણ થઇ રહેલા બેફામ વાહન વ્યવહારને કારણે અવાર નવાર આ પ્રકારના અકસ્માતોના બનાવો બને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો