તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:મીઠીરોહર પાસે ટ્રેઇલર અડફેટે બાઇક સવારનું મોત, 1 ઘાયલ, ભારતનગર પાસે બે બાઇક ટકરાતાં એકને ઇજા

ગાંધીધામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામમાં ઝડપી અને આડેધડ વાહન વ્યવહારને કારણે અવાર નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે જેમાં મીઠી રોહર ખાતે ટ્રેઇલર અડફેટે બાઇક સવાર એક યુવાનનું મોત અને એકને ગંભીર ઇજા પહોંચી હોવાની તેમજ ભારતનગર પાસે બે બાઇક ટકરાતાં એકને ઇજાઓ પહોંચી હોવાની એમ બે અકસ્માતોની ઘટના નોંધાઇ હતી.

જુની સુંદરપુરી વિસ્તારમાં રહેતા 61 વર્ષીય જુમાભાઇ મગાભાઇ થારૂએ ફરિયાદ નોંધાવી છે કે ગત સવારે તેમનો પુત્ર વિજય અને ખીમજીભાઇ કન્નર બાઇક લઇને મીઠીરોહર સેન્ટ્રીંગના કામગે નિકળ્યા હતા તેઓ ગાંધીધામ ભચાઉ હાઇવે પર મીઠીરોહર નજીક ચૌધરી ધરમ કાંટા પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ આવેલા ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતાં તેમના પૂત્ર 24 વર્ષીય વિજય જુમાભાઇ થારૂને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેને સારવાર પણ નસીબ થઇ ન હતી. જ્યારે તેમના જોડે ગયેલા ખીમજીભાઇ કન્નરને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક વાહન સાઇડમાં મૂકી નાસી ગયો હતો. બી-ડિવિઝન પોલીસે ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ પીએસઆઇ જી.બી.માજીરાણા ચલાવી રહ્યા છે.

તો ભારતનગર છત્રીસ ક્વાર્ટરમાં રહેતા 41 વર્ષીય છોટેખાન વશીરખાન મુસ્લિમે ફરિયાદ નોંધાવી છે કે, તા.6/2 ના રોજ તેઓ પોતાના 14 વર્ષી પુત્ર હુસેન સાથે બાઇકપર મેડીકલ સ્ટોરમાંથી દવા લઇને ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે પ્રાચી હોસ્પિટલ નજીક પૂરપાટ આવેલા પલ્સર ચાલકે તેમની બાઇકમાં પોતાનું બાઇક અથડાવતાં તેમના 14 વર્ષીય પુત્ર હુસેનને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની તેમજ તેમને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા બાઇક ચાલક વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસ હેડકોન્સ્ટેબલ માનાભાઇ આહિર ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીધામ-ભચાઉ હાઇવે, ટાગોર રોડ પર વારંવાર અકસ્માતોની ઘટના સર્જાઇ રહી છે ત્યારે ફૂલ સ્પીડે દોડાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો