અકસ્માત:સેક્ટર-7 માં કાર અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત, આદિપુર પાસે કારની ટકકરે વૃધ્ધા ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના સેક્ટર-7 માં પૂરપાટ જતી કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇક ચાલકને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. તો સેન્ટ ઝેવિયર્સ સ્કુલ રોડ પર કારની ટક્કર લાગતાં દ્વીચક્રી પર સવાર વૃધ્ધા ઘાયલ થયા હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.

કિડાણા સોસાયટી વિસ્તારની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા 20 વર્ષીય વિજય પ્રદિપ ઉપાધ્યાય ગત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં પેટ્રોલ ભરાવી સેક્ટર 7 માં થી જઇ રહ્યા હતા ત્યારે આનંદમાર્ગ સ્કુલ પાછળ ત્રણ રસ્તા પર પૂર પાટ જઇ રહેલા કારના ચાલકે તેમની બાઇક અડફેટે લેતાં જમણા પગના ઘૂંટણથી નીચેના ભાગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ વીજયભાઇએ બી-ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

તો આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ રોડ પર ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં પૂરપાટ જઇ રહેલા કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર આદિપુરના ડીસી-5 માં રહેતા 65 વર્ષીય કમલાબા દેગુભા જાડેજાને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને જયરાસિંહ જાડેજા સારવાર માટે ડીવાઇન લાઇફ હોસ્પિટલ લઇ ગયા હતા આ બાબતે તબીબે આદિપુર પોલીસ મથકને જાણ કરતાં જાણવા જોગ નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...