તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બીજલ મહેતાના જમીન કૌભાંડની તપાસ DySP પાસેથી આંચકાઇ, હવે હેડક્વાર્ટરના નાયબ પોલીસવડા કરશે છાનબીન

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ સંકુલમાં ટૂંકા સમયગાળામાં બાગેશ્રી ઇન્ફ્રાટેકના નામથી બિલ્ડરની દૂનિયામાં મોટું નામ કરનાર બિલડર બીજલ મહેતા વિરૂધ્ધ ભૂતકાળમાં અનેક પોલીસ ફરિયાદો નોંધાઇ છે. જેમાં છેલ્લે પડાણાની કિંમતી જમીન બોગસ વ્યક્તિ અને સાક્ષીઓ ઉભા કરી પચાવી પાડવાના ચકચારી કૌભાંડમાં તપાસ અંજાર વિભાગના ડીવાયએસપીને સોંપાઇ હતી પરંતુ અચાનક આ તપાસ તેમની પાસેથી આંચકી ગાંધીધામ હેડક્વાર્ટર ડીવાયએસપીને સોંપાઇ છે.

પડાણાની લગડી જેવી જમીનને બોગસ આધાર-દસ્તાવેજ અને માણસો ઊભાં કરી બારોબાર વેંચી મારવાનું અને એ જમીન ઉપર લોન લેવાનું કૌભાંડ કરનાર બાગેશ્રીના ડેવલોપર બીજલ મહેતાના ગુનામાં નવો વળાંક આવ્યો છે. ભૂમાફિયાઓને ડામવા સરકારના નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદમાં કલમો ઉમેરાયાં બાદ તપાસ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલાને સોંપાઈ હતી. પરંતુ, ભૂતકાળના જમીન કૌભાંડમાં જે રીતે વાઘેલાએ બીજલની વીઆઈપી ટ્રીટમેન્ટ કરી હોવાનો વિવાદ સર્જાયેલો તેમજ તેમની પાસેથી તપાસ છીનવી લેવાયેલી તે બાબત સપાટી પર આવતાં વાઘેલા પાસેથી તપાસ આંચકી લેવાઈ છે. આ તપાસ હવે ગાંધીધામ હેડક્વાર્ટર ડીવાયએસપી વી.આર.પટેલને સોંપાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે બીજલ મહેતા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ અંડરગ્રાઉન્ડ થયો હતો અને તેણે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો