તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભુજનો શખ્સ ખોટા આધાર રજુ કરી વિદેશ ફરી આવ્યો!, તલાસી લેતા બે નામ વાળા આધારકાર્ડ મળતાં ભાંડો ફૂટ્યો

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પીધેલો પકડ્યા બાદ

ભુજના હરિપર રોડ ઉપર પોલીસે એક શખ્સને પીધેલી હાલતમાં પકડ્યા બાદ તેના કબજામાંથી પોતાના જ બે નામ સાથેના અધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા બાદ પુછપરછમાં તે શખ્સ નકલી આધારો રજુ કરી વિદેશ પ્રવાસ કરી આવ્યો હોવાનું ખુલતાં તેના વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધાયો હતો.

પીધેલી હાલતમાં શખ્સ પકડાયો હતો
બી-ડિવિઝન પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા યશવંતદાન ગઢવીએ જ ફરિયાદી બની નોંધાવ્યું છે કે, તા.29/4 ના રોજ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન હરિપર રોડ પર આવેલા રિલાયન્સ સર્કલ પાસેથી પ્રમુખસ્વામી નગરમાં રહેતા અક્ષર છોટેલાલ ગેડીયાને ટીમે પીધેલી હાલતમાં પકડી લીધો હતો. આ કેસમાં તપાસ તેમને સોંપાતા ઓળખ પુરાવા આરોપીને રજુ કરવાનું કહેતાં તેણે આપેલા આધારકાર્ડમાં અક્ષર છોટેલાલ ગેડિયા લખેલું હતું, વધુ પુછપરછ દરમિયાન તેના પાસેથી બીજું આધારકાર્ડ મિતેશ છોટેલાલ ગેડીયા લેખેલું મળ્યું જે બન્ને આધારકાર્ડ તેના પોતાના હોવાનું તેણે કબુલ્યું હતું અને મિતેશ નામ લખેલા આધારકાર્ડમાં માતાનું નામ પારૂલતાબેન અને પત્નીનું નામ દીપા મિતેશકુમાર ગેડીયા લખેલું છે.

તેના આધારે બનેલા પાસપોર્ટમાં જન્મસ્થાન દુબઇ યુએઇ બતાવેલું છે. ત્યારબાદ આ ઇસમે અન્ય પાસપોર્ટ અક્ષર છોટેલાલ ગેડીયા તથા માતાનું નામ શારદાબેન લખેલું મળી આવ્યું રાત્રી ફરજ દરમિયાન પીધેલી હાલતમાં પકડાયેલો શખ્સ ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરી ચુક્યો હોવાનું ખૂલતાં તેના વિરૂધ્ધ આઇપીસીની કલમ 465,468 અને 471 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો